આલિયા કશ્યપ અને તેના મંગેતર શેન ગ્રેગોયરના લગ્નથી બી-ટાઉનમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. 9 ડિસેમ્બરના રોજ, ક્યૂટ કપલે બી-ટાઉનના તેમના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના કેટલાક નજીકના લોકોને તેમની પ્રી-વેડિંગ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ અને સ્ટાર કિડ્સ પણ સામેલ થયા હતા. અનુરાગ કશ્યપની પુત્રી આલિયાની પ્રી-વેડિંગ પાર્ટીમાં ખુશી કપૂર અને વેદાંગ રૈના પણ સાથે જોવા મળ્યા હતા. આવતી કાલે ડિરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ લગ્ન બંધનમાં બંધાશે. આલિયા તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે લગ્ન કરવા જઈ રહી છે. દીકરીના લગ્ન ફંકશન પર ભાવુક થયા અનુરાગ કશ્યપ
આ પાર્ટીમાં જ્યારે ડિરેક્ટર અનુરાગ કશ્યપની એન્ટ્રી થાય છે. ત્યારે પાપારાઝી તેને ધેરી લે છે ત્યારે અનુરાગ કશ્યપ કહે છે, ‘મેં તો દુલ્હન કા બાપ હું યાર’. જોકે, અનુરાગ કશ્યપ પાપારાઝીને પોઝ આપે છે. આ દરમિયાન પાપારાઝી ડિરેક્ટરને સ્માઈલ આપવા માટે રિકવેસ્ટ કરે છે. ત્યારે એક દીકરીના પિતાની વ્યથા છલકાય છે અને અનુરાગ કશ્યપ હસતાં-હસતાં કહે છે કે, ‘ક્યા મુસ્કુરાઓ અંદર સે રોને કા દિલ કર રહા હૈ’. બી-ટાઉન સ્ટાર્સ ફંક્શનમાં ચમક્યા
બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર તેની બેસ્ટ ફ્રેન્ડ આલિયા કશ્યપના લગ્નમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. ‘ધ આર્ચીઝ’ એક્ટ્રેસે પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખુશી તેની લક્ઝરી લાલ કારમાંથી નીચે ઉતરી કે તરત જ બધાની નજર તેના લુક પર અટકી ગઈ. ગોલ્ડન ટ્રેડિશનલ ડ્રેસ અને લાઇટ જ્વેલરીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ડેશિંગ અંદાજમાં પાર્ટીમાં પોંહોચ્યો હતો. અલાયા એફ, જેને ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘શ્રીકાંત’ જેવી ફિલ્મો કરી છે. આ સ્ટાર્સ સ્ટડેડ પાર્ટીમાં તેણે ગોલ્ડન શેમ્પેઈન બેઝ સાડી પહેરી હતી. અંજિની ધવને ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’થી એક્ટિંગની શરૂઆત કરી હતી.આ સેલિબ્રેશનમાં તે પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સામેલ થઈ હતી. તેણે મેજેન્ટા-ગુલાબી લહેંગા સેટ સાથે પાર્ટીના ગ્લેમરમાં ઉમેરો કર્યો. આલ્ફિયા જાફરી, ઓરી, વિક્રમ આદિત્ય મોટવાને, ઈમ્તિયાઝ અલી અને અન્ય ઘણા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આલિયા-શેનની મહેંદી શેરેમનીની તસવીરો
આલિયા અને શેનના હાથ પર લગાવેલી મહેંદીની ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં આલિયા અને શેનના હાથ પર પેટ થીમ આધારિત મહેંદી ડિઝાઇન જોવા મળે છે. પરંપરાઓથી દૂર જઈને આ અનોખી ડિઝાઈનમાં બંનેની હથેળીઓ પર ડોગ અને બિલાડીની ડિઝાઈન દેખાય છે. આલિયાએ ગયા વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી
આલિયા અને શેનની હલ્દી સેરેમની 8 ડિસેમ્બરે મુંબઈમાં થઈ હતી, જેમાં ખુશી કપૂર, વેદાંગ રૈના, ઈમ્તિયાઝ અલી અને તેની દીકરી ઈદા અલી જેવા મહેમાનો હાજર રહ્યા હતા. શેન અને આલિયાએ ગયા વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી અને ઓગસ્ટ 2023માં પોતાના નજીકના લોકો માટે સગાઈની પાર્ટીનું આયોજન કર્યું હતું.