back to top
Homeગુજરાતઅંબાજી ખાતે શિક્ષણમંત્રીનું શિક્ષકોની ઘટને લઈને મોટું નિવેદન:'શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં,...

અંબાજી ખાતે શિક્ષણમંત્રીનું શિક્ષકોની ઘટને લઈને મોટું નિવેદન:’શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં, જિલ્લાના ડીપીઓને અભ્યાસલક્ષી સૂચનાઓ આપવામાં આવેલ છે’

અંબાજી ખાતે શિક્ષણમંત્રીનું શાળાના શિક્ષકોની ઘટને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈને ગ્રામજણાએ તાળાબંધી કરી હતી. શાળામાં બાળકોને ભણતર પર અસર પડી રહી છે. ત્યારે અંબાજી ખાતે આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સામે મીડિયા દ્વારા શાળાને લઈ સવાલો કરતા જણાવ્યું હતું કે, હાલમાં આ બાબતે મને કોઈપણ જાણકારી નથી પણ યોગ્ય જાણકારી મેળવી તેની યોગ્ય તપાસ કરવામાં આવશે. તેવું કહેતા શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં. આ બાબતે જિલ્લાના ડીપીઓને અભ્યાસલક્ષી સૂચનાઓ આપવામાં આવેલ છે. મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે શાળાઓમાં શિક્ષકની ધટ છે પણ અભ્યાસ બગડશે નથી. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સરકારી શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવતા અન્ય બાળકોનું અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને જિલ્લાના ડીપીઓ દ્વારા શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પૂરતું ધ્યાન આપવા માટે જે તે જ અધિકારીને જણાવેલ છે. કુબેર ડીંડોરે જાહેર મંચ ઉપરથી કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને દેશના વિકાસમાં કોંગ્રેસે રોડા નાખ્યા છે અને આદિવાસી સમાજને પાછળ રાખ્યો છે. ત્યારે અમારી ભાજપની સરકારે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે અને અલગ અલગ જગ્યા ઉપર આદિવાસી સમાજના ધારાસભ્ય, મંત્રી નેતા પહોંચ્યા છે. ત્યારે ભાજપ સરકાર, ગુજરાત સરકાર આદિવાસીના વિકાસને લઈને ગામેગામ સરકારી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ અને તાલુકામાં વિજ્ઞાન શાળા સુધી મંજૂરી આપેલ છે અને આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સારા પ્રયાસો કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments