back to top
Homeગુજરાતઅમદાવાદ RTOને નવેમ્બર મહિનો ફળ્યો:પોલીસની ડ્રાઇવમાં એક કરોડ મેમોની આવક, બીજી તરફ...

અમદાવાદ RTOને નવેમ્બર મહિનો ફળ્યો:પોલીસની ડ્રાઇવમાં એક કરોડ મેમોની આવક, બીજી તરફ ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ લાખોનો દંડ વસૂલ્યો

અમદાવાદ જિલ્લામાં ત્રણ આરટીઓ કચેરી આવેલી છે. જેમાં સુભાષ બ્રિજ ખાતે આવેલી અમદાવાદ આરટીઓ કચેરી, પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ આરટીઓ તથા બાવળા આરટીઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ આરટીઓ કચેરી સૌથી વધુ વ્યસ્ત રહેતી હોય છે અને ત્યાં કામગીરીનું ધારણ પણ વધુ માત્રામાં રહેતું હોય છે. તેવામાં ગત નવેમ્બર માસના અંતમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઇવમાં આરટીઓ કચેરી ખાતે 4થી 5 દિવસ દરમિયાન મેમોની રકમ ભરનારની લાંબી લાઈનો લાગી હતી. હજારો લોકોએ દંડની રકમ ચૂકવી હતી. આ ઉપરાંત પણ આરટીઓ કચેરી દ્વારા એન્ક્રોચમેન્ટના ભાગરૂપે અમદાવાદ શહેરના હાઇવે પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેમાં માલ વાહનોના ઓવરલોડિંગ સહિતના વિવિધ નિયમ ભંગના મુદ્દે અને શહેરની અંદર પણ ચાલતા મોટા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને વાહન ચાલકોને મેમો આપવામાં આવે છે. જે મુજબ પણ હજારો લોકોએ રૂપિયાનો દંડ નવેમ્બર માસમાં વાહનચાલકો દ્વારા આરટીઓને ચૂકવ્યો છે. ગત નવેમ્બર માસમાં એન્ક્રોચમેન્ટના ભાગરૂપે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા વાહન ઓવરલોડ માટે 108 લોકોને દંડ કરવામાં આવ્યો હતો. જેમાંથી આરટીઓને 12,07,000 રૂપિયાની આવક થઈ હતી. આ ઉપરાંત ઓવર ડાયમેન્શનલ કાર્ગો એટલે કે ભારે માલ વાહનની મર્યાદા કરતા પણ બહાર સામાન હોય તેવા 144 વાહનોને દંડ કરવામાં આવ્યા હતા. જેમાંથી આરટીઓને 8,32,000ને આવક થઈ હતી. આ ઉપરાંત રોડ સેફ્ટીનો ભંગ કરતા 339 કેસ નોંધાયા હતા જેમાંથી આરટીઓને 3,39,000ની આવક થઈ હતી. ઓવર સ્પીડના 334 કેસ નોંધાયા હતા જેમાં 6,68,000 રૂપિયાની આવક થઈ હતી. તદુપરાંત પીયુસી ન હોવાને કારણે 158 વાહનચાલકો પકડાયાતા જેમાંથી 79,000 રૂપિયાની આવક થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments