back to top
Homeભારતઊડતું મોત આવ્યું, બસ નીચે બે લોકો કચડાયા, VIDEO:ચેન્નઈ-બેંગલુરુ હાઇવે પર કન્ટેનર...

ઊડતું મોત આવ્યું, બસ નીચે બે લોકો કચડાયા, VIDEO:ચેન્નઈ-બેંગલુરુ હાઇવે પર કન્ટેનર ટ્રક ખાનગી બસ સાથે અથડાઈ; માર્ગ અકસ્માતમાં 8 લોકો ઘાયલ

તામિલનાડુના શ્રીપેરંબાદુરમાં આજે વહેલી સવારે 10 ડિસેમ્બરે ચેન્નઈ-બેંગલુરુ હાઈવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. એક કન્ટેનર ટ્રક ખાનગી બસ સાથે અથડાઈ હતી, અથડાતાની સાથે જ બસ રોડ પર ઢસડાઈ હતી. બાદમાં પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે, જેમા તમે જોઈ શકો છો કે, બસ જ્યારે યુ-ટર્ન લેવા જાય છે ત્યારે બીજી તરફથી આવી રહેલી ટ્રક તેને ટક્કર મારે છે. આ ટક્કર એટલી જોરદાર હોય છે કે, ટક્કર મારતાની સાથે જ બસ સીધી પલટી ખાઈને બે રાહદારીને કચડી નાખે છે અને જઈને સીધી થાંભલાને અથડાય છે. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરો અને રાહદારીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સ્થળની ત્રણ તસવીર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments