back to top
Homeગુજરાતગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી:એક જ દિવસમાં 1થી 6 ડિગ્રી તાપમાન ઘટી...

ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી:એક જ દિવસમાં 1થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતાં લોકો ઠૂઠવાઈ ગયા, સિઝનનું સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યકત કરી છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુંગાર
રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો, બરોડામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઠંડીથી બચવા ગરમ કપડાં અને તાપણાનો સહારો
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં 1થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતા જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડા અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ઠંડીની સાથે બર્ફીલો પવન ફૂંકાયો
અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. પરંતુ, ઠંડીની સાથે સાથે બર્ફિલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. ‘72 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાતના ભારે ઠંડી પડશે’
અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. પરંતુ હાલમાં જે ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. હાલમાં ધીમી અસરોથી ઠંડી વધતાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે, આગામી 16થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. ‘દક્ષિણ ગુજરાતમાં ઠંડી વચ્ચે વરસાદની સંભાવના’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. આ સાથે જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. તથા લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. ક્રિસમસ અને ન્યૂ યર પર ગાત્રો થીજવતી ઠંડી પડશે
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે. 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત્ રહેશે. એટલે કે, આ વર્ષે ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments