ગુજરાતમાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહની શરૂઆતથી જ શિયાળો જામ્યો છે. ચરોતર પંથકમાં ગાઢ ધુમ્મસને કારણે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે પર વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિઝીબિલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો એક આંકે પહોંચ્યો હતો અને 7.6 ડિગ્રી સાથે નગરમાં ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. માઉન્ટ આબુમાં સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 0.2 ડિગ્રીથી ગગડી 4.2 ડિગ્રી પર પહોંચ્યો