ફિલ્મમેકર પાયલ કાપડિયાએ ઈતિહાસ રચી દીધો છે. તેની પ્રથમ ફિક્શન ફિચર, ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે, પાયલને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ડાયરેક્ટર-મોશન પિક્ચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પાયલને આ યાદીમાં જેક્સ ઓડિઆર્ડ, સીન બેકર, એનોરા, કોન્ક્લેવ માટે એડવર્ડ બર્જર, ‘ધ બ્રુટલિસ્ટ’ માટે બ્રેડી કોર્બેટ અને ‘ધ સબસ્ટન્સ’ માટે કોરલી ફાર્ગેટ સાથે નામાંકિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, તે પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા છે જેને નોમિનેટ કરવામાં આવી છે. 2નોમિનેશન મળ્યાં
‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને બિન-અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ મોશન પિક્ચર માટે પણ નામાંકિત કરવામાં આવી છે. આ યાદીમાં ‘એમિલિયા પેરેઝ’, ‘ધ ગર્લ વિથ ધ નીડલ’, ‘આઈ એમ સ્ટિલ હીયર’, ‘ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ એન્ડ વર્મિગ્લો’ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ભારતીય લોકોને ફિલ્મ જોવા વિનંતી કરી
પાયલે આ સિદ્ધિ પર તેના નિવેદનમાં કહ્યું, ‘હું આ નોમિનેશન દ્વારા ખૂબ જ સન્માનિત અનુભવું છું અને મને આ માટે લાયક ગણવા બદલ હું HFPAનો આભાર માનું છું. આ ફિલ્મ પર સખત મહેનત કરનાર દરેક માટે આ ઉજવણીનો મોકો છે. જેઓ ભારતમાં છે તેઓને હું કહીશ કે ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે, કૃપા કરીને જાઓ અને જુઓ અને સપોર્ટ કરો.’ નોંધનીય છે કે, પાયલની આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આશા છે કે આ નોમિનેશન પછી વધુને વધુ લોકો તેને જોવા જશે. આ મલયાલમ હિન્દી ફિલ્મમાં પ્રભા (કની કુસરુતિ) છે જે મુંબઈની નર્સ છે. તેની લાઈફ ત્યારે અસ્તવ્યસ્ત થઈ જાય છે જ્યારે તેને તેનાથી છૂટા થયેલા પતિ પાસેથી કુકર વારસામાં મળે છે. દિવ્યા પ્રભાએ આ જ ફિલ્મમાં અનુનું પાત્ર ભજવ્યું છે, જે પ્રભાની રૂમમેટ છે. તે તેના બોયફ્રેન્ડ સાથે પ્રાઈવેટ ટાઈમ વિતાવવા માટે કોઈ પ્રાઈવેટ સ્પોટ શોધવામાં વ્યસ્ત છે. પ્રભાની બેસ્ટ ફ્રેન્ડ (છાયા કદમ) એક વિધવા છે જેને પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા બળજબરીથી ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. નોંધનીય છે કે, આ ફિલ્મે આ વર્ષે મે મહિનામાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો છે.