કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર્સમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈની અથવા દેશની બહાર જાય છે. તાજેતરમાં કપલ થર્ડ મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવા રાજસ્થાન ગયું છે. એક્ટ્રેસે વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. કેટરિના કૈફ અને વિકી કૌશલે કેટલાક વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. કપલે અગાઉ પણ રાજસ્થાનમાં મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. રાજસ્થાનમાં કેટરિના-વિકીનું વેકેશન
કેટરિના કૈફ અને વિકી કૌશલે થર્ડ મેરેજ એનિવર્સરી પાલીના જવાઈ ડેમ ખાતે ઉજવી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર જંગલ સફારીના ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં એક્ટ્રેસે યલો ટેન્ક ટોપ પહેર્યું છે. બાકીની તસવીરોમાં તેણે સિંહ-ચિતા અને અન્ય જંગલી પ્રાણીઓ, સફારી અને ફાયર ટેન્ટની ઝલક શેર કરી છે. એક તસવીરમાં તે તેના પતિ વિકી કૌશલ સાથે ચિયર્સ કરતી પણ જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે કેટરિનાએ કેપ્શનમાં લખ્યું, 48 કલાક જંગલમાં વિતાવ્યા. અગાઉ, કેટરીના કૈફે પતિ વિકી કૌશલ સાથેની તેની સફરની એક તસવીર શેર કરી હતી અને રોમેન્ટિક અંદાજમાં મેરેજ એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે લખ્યું હતું કે, “દિલ તુ, જાન તુ.” વિકી કૌશલ બ્લેક ટી-શર્ટ અને કેપમાં હેન્ડસમ લાગતો હતો. વિકી કૌશલ-કેટરિના કૈફની આગામી ફિલ્મો
કેટરિના કૈફ છેલ્લે સસ્પેન્સ થ્રિલર ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ નથી. આ દરમિયાન વિકી કૌશલ આગામી ફિલ્મ ‘છાવા’માં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.