back to top
Homeમનોરંજનપરિણીતી ચોપરાએ 'એનિમલ'ના બદલે 'ચમકીલા'ની ઓફર સ્વીકારી:એક્ટ્રેસે કહ્યું- ફિલ્મ છોડવાનો કોઈ અફસોસ...

પરિણીતી ચોપરાએ ‘એનિમલ’ના બદલે ‘ચમકીલા’ની ઓફર સ્વીકારી:એક્ટ્રેસે કહ્યું- ફિલ્મ છોડવાનો કોઈ અફસોસ નથી, ભગવાને મારા માટે કંઈક બીજું લખ્યું હતું

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’ હિટ સાબિત થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે સંદીપ રેડ્ડી વાંગાની પહેલી પસંદ રશ્મિકા નહીં પરંતુ પરિણીતી ચોપરા હતી. જો કે, પરિણીતીએ આ ફિલ્મ કરવાની ના પાડી અને અમર સિંહની ફિલ્મ ચમકીલા પસંદ કરી. હવે એક્ટ્રેસે એનિમલને ના પાડવાનું કારણ આપ્યું છે. પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા તાજેતરમાં ‘આપકી અદાલત’ પહોંચ્યા હતા. આ દરમિયાન રજત શર્મા સાથે વાત કરતા તેણે કહ્યું, ‘એનિમલ ફિલ્મમાં રશ્મિકાની ભૂમિકા ગુમાવવાનો મને કોઈ અફસોસ નથી. સાચું કહું તો, મને લાગે છે કે ભગવાનના મનમાં મારા માટે કંઈક સારું હતું. હું તે ફિલ્મ (એનિમલ) કરી રહી હતું અને બધું ફાઈનલ થઈ ગયું હતું, પરંતુ તે જ સમયે મને ફિલ્મ ચમકીલાની ઑફર મળી. બંનેની તારીખ પણ એક જ હતી. પરિણીતીએ કહ્યું, ‘મને ઘણા ગીતોની ઓફર મળી હતી. મને એ.આર. રહેમાન સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો. એટલું જ નહીં, મને બીજી ઘણી સારી તકો મળી. પરંતુ, ઈમ્તિયાઝ અલી મારો ડ્રીમ ડિરેક્ટર છે, તેથી જ્યારે મને ઘણું બધું કરવાનું મળી રહ્યું હતું ત્યારે મેં એનિમલને બદલે ચમકીલાને પસંદ કરી. પરિણીતીએ વધુમાં કહ્યું કે, ‘હું માનું છું કે મને આ ફિલ્મથી જે પ્રેમ, સમર્થન, ઓળખ અને સન્માન મળ્યું તેનો મને કોઈ અફસોસ નથી. હું ખૂબ જ ખુશ છું.’ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે ફિલ્મ .ચમકીલા.એ તેમના સંબંધોને ઘણા મજબૂત કર્યા. તેણે કહ્યું, ‘જ્યારે પરિણીતી ભારત પરત આવી ત્યારે તે ફિલ્મના શૂટિંગ માટે સીધી પંજાબ આવી ગઈ હતી. આનાથી અમને અવારનવાર મળવાનો મોકો મળ્યો, જેનાથી અમારા સંબંધો વધુ મજબૂત થયા. ગુરુદ્વારા ચમકૌર સાહિબની મુલાકાત તેમના સંબંધોને ગાઢ બનાવે છે. વર્ષ 2023માં ‘એનિમલ’ આવી હતી
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જ્યારે ફિલ્મ ‘ચમકીલા’ આ વર્ષે OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પરિણીતી સિવાય પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ પણ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments