રણબીર, કરીના, કરિશ્મા, આલિયા, સૈફ અને નીતુ કપૂર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત દિલ્હી ગયા છે. 14 ડિસેમ્બરે હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. કપૂર પરિવાર આ પ્રસંગને યાદગાર બનાવવા માગે છે. આ મુલાકાતનો હેતુ વડાપ્રધાન મોદીને આગામી ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવાનો હોવાનું કહેવાય છે. કપૂર પરિવાર એરપોર્ટ પર સ્પોટ થયો
કપૂર પરિવાર મુંબઈના કાલીના એરપોર્ટ પર અનેક હસ્તીઓ સાથે જોવા મળ્યો હતો. જેમાં રણબીર કપૂર અને તેની પત્ની એક્ટ્રેસ આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય અદાર જૈન, અનીસા મલ્હોત્રા અને અદારના પિતા મનોજ જૈન પણ આ સફરનો ભાગ છે. પરિવારના તમામ સભ્યો ફેશનેબલ અને સુંદર ડ્રેસમાં જોવા મળ્યા હતા. કયા સ્ટારે શું પહેર્યું હતું?
સ્ટાઇલિશ લુક માટે ફેમસ આલિયા ભટ્ટ લાલ ઓર્ગેન્ઝા સાડી પહેરેલી જોવા મળી હતી, જ્યારે રણબીર કપૂર બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સૂટમાં હેન્ડસમ લાગતો હતો. કરીના કપૂર ખાન, હંમેશની જેમ, તેના સિગ્નેચર સ્મોકી-આઇ મેકઅપ સાથે લાલ સૂટમાં જોવા મળી હતી. સૈફ અલી ખાને પણ ખૂબ જ સુંદર સફેદ પઠાણી સૂટ પહેર્યો હતો. નીતુ કપૂર અને કરિશ્મા કપૂરે ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા સફેદ સૂટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેમ જેમ રાજ કપૂરની 100મી જન્મજયંતિ નજીક આવી રહી છે. 4 ડિસેમ્બરે કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર ભવ્ય સમારોહની માહિતી શેર કરી હતી. તેમણે ચાહકોને રાજ કપૂરની સૌથી આઇકોનિક ફિલ્મોના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું, જે 13 થી 15 ડિસેમ્બર દરમિયાન દેશભરના 40 શહેરો અને 135 થિયેટરોમાં યોજાશે. રણબીર લોકોને બતાવવા માગે છે દાદા રાજ કપૂરનું કામ
રણબીર કપૂર ઈચ્છે છે કે નવી પેઢી તેમના દાદાનું કામ જુએ. એક ઈવેન્ટમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે આલિયા ભટ્ટને પહેલીવાર મળ્યો ત્યારે આલિયાએ પૂછ્યું કે કિશોર કુમાર કોણ છે? રણબીર માને છે કે લોકો જૂના લોકોને ભૂલી જાય છે, તેથી તેના મૂળને જાણવું જરૂરી છે. કઈ ફિલ્મો બતાવવામાં આવશે?
સ્ક્રીનિંગ PVR-Inox અને Cinepolis થિયેટરોમાં યોજાશે, જેમાં ટિકિટની કિંમત માત્ર ₹.100 રાખવામાં આવી છે. આ અનોખા ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂર અભિનીત કુલ 10 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ‘આગ’, ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’ અને ‘મેરા નામ જોકર’ જેવી ક્લાસિક ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મો, જેણે ભારતીય અને વૈશ્વિક સિનેમા બંને પર અમીટ છાપ છોડી છે, તે આધુનિક સમયના પ્રેક્ષકો માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે.