back to top
Homeગુજરાતબે લૂંટેરી દુલ્હનની ગેંગે એકસાથે બેને ફસાવ્યા:​​​​​​સુરતના બે યુવક પોતાની પત્નીઓને શોધવા...

બે લૂંટેરી દુલ્હનની ગેંગે એકસાથે બેને ફસાવ્યા:​​​​​​સુરતના બે યુવક પોતાની પત્નીઓને શોધવા ઘરે ગયા તો જાણવા મળ્યું કે અહીં લગ્નના નામે લૂંટતી ગેંગ રહે છે

સુરતમાં બે લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો છે. અત્યારસુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે લોકોને છેતરતી હતી, ત્યારે હવે તો લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવ્યો છે. સમગ્ર મામલે વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે યુવક પોતાની પત્નીની શોધખોળ કરવા યુવતીના ઘરે ગયો ત્યારે પાડોશીઓએ કહ્યું હતું કે અહીં રહેતા લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપિંડીથી રૂપિયા પડાવી લે છે, જેથી આ લૂંટેરી દુલ્હનોના અન્ય લોકો પણ શિકાર બન્યા હોવાની શક્યતા છે. લૂંટેરી દુલ્હનોનો ભોગ બનેલા બે પરિવાર કાયદાના શરણે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રાકેશભાઈ (અહીં તમામ ભોગ બનનારનાં નામ બદલેલાં છે) તેમના 22 વર્ષીય પુત્ર રોહિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા. ત્યારે તેમનો મિત્ર સવજીભાઈને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા. સવજીભાઈ પણ તેમના પુત્ર અનિલ માટે કન્યા શોધી રહ્યા હતા. સમાજમાં કન્યા નહિ મળતી હોવાથી આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા, જેમાં કાપોદ્રા બજરંગનગરમાં રહેતા વિપુલ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતાં હોવાનું જણાવ્યું હતું. બન્ને કન્યાના ફોટો અને વિગત આપી
સાતમી ઓગસ્ટે સવજીભાઈએ વિપુલ મહારાજને ચોકસી બજારમાં યુવતીઓની ડિટેઇલ્સ લઈ બોલાવ્યા હતા. અહીં રાકેશભાઈ તેમની જૂની ઓળખાણ હોવાથી ઓળખી ગયા હતા. વિપુલભાઈએ આ બંનેના પુત્ર માટે રાજપીપળાની કુંતા અને પદમા નામની બે કન્યાની ડિટેઇલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા, જેમાં અનિલને કુંતા પસંદ આવી હતી, જ્યારે પદમા નામની યુવતીને રોહિત પસંદ આવતાં લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું. દલાલે બન્ને પક્ષોને મળાવી લગ્ન માટે પૈસા નક્કી કર્યા
વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી. સંજય ગાબાણી આઠમી ઓગસ્ટે બંને પ્રૌઢ તથા અનિલને આઠમીએ રાજપીપળાના બામલા ગામે લઇ ગયા હતા. અહીં કુંતા નામની યુવતીનાં માતા, ભાઈ સાથે મુલાકાત કરાવી હતી. છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે એમ કહીને 1.50 લાખ રૂપિયામાં સોદો થયો હતો. વિપુલ મહારાજને એમાંથી 20 હજારનું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું અને 10મી ઓગસ્ટે અનિલ અને કુંતાની સગાઇ કરી દેવાઇ હતી. બન્ને પરિવાર પાસેથી યુવતીના પરિવારે પૈસા પડાવ્યા
10મીએ રાજપીપળાના ભીમપોરની પદમા નામની યુવતીને 13મી ઓગસ્ટે સુરત બોલાવી તેની સગાઇ પણ રોહિત સાથે નક્કી કરાઇ હતી. તેમને પણ લગ્ન માટે 1.50 લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું. રોહિતની સગાઇ કરી તેમની પાસેથી રોકડા 80 હજાર ઉપરાંત દાગીના-કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા. જ્યારે અનિલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયાં હતાં. લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1.20 લાખ અને દાગીના-કપડાં સહિત 1.47 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતાં
યુવતી બે દિવસ યુવકના ઘરે રહી હતી. બાદમાં આણા માટે તેનું પરિવાર લઇ ગયા બાદ યુવતી પરત જ ફરી નહોતી, જેથી (રાકેશભાઈ, દીકરો રોહિત, સવજીભાઈ, તેનો દીકરો અનિલ યુવતીના ભીમપોર ગામે ગયા હતાં, પરંતુ ત્યાં ઘરે કોઈ હાજર મળ્યું નહિ, જેથી આજુબાજુ રહેતા લોકોને પૂછતાં તેમનાથી જાણવા મળ્યું હતું કે અહીં રહેતા લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપિંડીથી રૂપિયા પડાવી લે છે. આ એક પ્રકારની ગેંગ છે, જે છોકરાઓને લગ્ન કરવાના નામે રૂપિયા મેળવી તેઓ સાથે ઠગાઈ કરે છે. તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં ભોગ બનનારાઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ મહારાજ, સંજય ગાબાણી અને યુવતીઓ મળીને લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતા હતા. જેમાં વિપુલ મહારાજ નામના શખસે જ ભોગ બનનાર પરિવારને યુવતીઓ હોવાનુ કહી ફસાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments