ટેક્ દિગ્ગજ સિમન્સના સીઇઓ રહી ચૂકેલા ક્લેનફિલ્ડના મતે આજકાલના લીડર્સ ખૂબ જ દબાણ હેઠળ છે કારણ કે મહત્તમ જીવનને તેઓ કામથી અલગ કરીને જુએ છે જ્યારે બંનેની વચ્ચે ખૂબ જ ધૂંધળી રેખા છે. ક્લેનફિલ્ડે પોતાના પુસ્તક ‘લીડિંગ ટૂ થ્રાઇવ’માં સ્પષ્ટતા કરી છે કે વ્યવસાય તેમજ જીવન બંનેમાં સફળતા સંભવ છે, તેના માટે લીડર્સે અંદર જોવાની જરૂર છે. ટેનિસ, ફૂટબોલ જેવી રમતોનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું કે લીડર્સ થાક વગર કઇ રીતે સફળતાના શિખર પર ટકી શકે છે. વાંચો, ક્લેનફિલ્ડની મહત્ત્વપૂર્ણ શીખ… ઇનર અને આઉટર ગેમને મજબૂત કરો
‘ઇનર ગેમ’ ભાવનાત્મક અને આધ્યાત્મિક ઊર્જાને સમજવા અને તેનો ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે. ઇનર ગેમ મજબૂત હોય છે, તો એ ‘આઉટડોર ગેમ’ને વેગ આપે છે, જેમાં બિઝનેસમાં આકર્ષક દૃષ્ટિ જોડીને મહાન બનાવવો સામેલ છે. ક્લેનફિલ્ડ અનુસાર ઇનર ગેમ જીતવી મજબૂત હશે, લક્ષ્ય મેળવવા માટે આપણે આઉટર ગેમને એટલી જ સારી રીતે આકાર આપી શકીશું. ક્વિક રીસેટ જરૂરી: સતત દોડવું હંમેશા કારગર નથી. સ્વયંને નિયમિત રિચાર્જ નહીં કરો તો સૌથી સારા લોકો પણ થાકી જશે. જેમ કે પુરુષોની ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ સરેરાશ 2.5 કલાકથી 6 કલાક સુધી ચાલે છે. તેમ છતાં જોકોવિચ અને નડાલ જેવા ખેલાડી ટોચ પર રહે છે. તેઓ માનસિક રીતે રિસેટ થવા માટે માઇક્રો-રિકવરી ટેક્નિકનો ઉપયોગ કરે છે. આ ક્વિક રિસેટ પ્રભાવી છે. આપણે પણ કેટલીક સેકન્ડ્સમાં ઊર્જા રિન્યૂ કરવા માટે આ રીત અપનાવી શકીએ છીએ.
ઉદ્દેશ્ય મહત્ત્વપૂર્ણ છે: ક્લેનફિલ્ડ અનુસાર મેં એક બેઠકમાં એ મહિલાને બોલાવી, જેનો જીવ અમારાં ઉપકરણોને કારણે બચ્યો હતો. તેણે એન્જિનિયર્સ અને ટેક્નિશિયનનો આભાર વ્યક્ત કર્યો હતો. એ સમયે કઠોર કર્મચારીઓ પણ ભાવુક થઇ ગયા હતા. લેબર્સના પ્રમુખે મને કહ્યું કે અમને અમારું મહત્ત્વ બતાવવા બદલ આભાર. સંદેશ સ્પષ્ટ છે, ઉદ્દેશ્ય મહાન વ્યવસાયનો આત્મા છે. સન્માન વ્યક્ત કરો: સન્માન એ નેતૃત્વના સૌથી મૂળભૂત પાસામાંથી એક છે. તમામ સન્માનના હકદાર છે. તેને વ્યક્ત કરવું સાધારણ કામ છે, પરંતુ પ્રભાવ મોટો હોય શકે છે. ક્લેનફિલ્ડના મતે એકવાર સફાઇકર્મીએ મારી સાથે હાથ મિલાવ્યો અને તેને સ્વીકાર કરવા માટે આભાર માન્યો.