ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશને ચીનના ડિંગ લિરેન સામે 12મી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન લિરેનનો 11મી ગેમમાં પરાજય થયો હતો. તે હવે વ્હાઇટ પીસ સાથે જીતી ગયો. 12મી ગેમ બાદ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્કોર 6-6થી બરાબર રહ્યો હતો. ગુકેશ ચેમ્પિયન બનવાથી 1.5 પોઈન્ટ દૂર
રવિવાર સુધી ગુકેશ 11 ગેમ બાદ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. હવે લિરેને 12મી ગેમ જીતીને ફરી સ્કોર બરાબરી કરી લીધી. હવે 14 ગેમની ફાઈનલમાં માત્ર 2 ગેમ બાકી છે. ચેમ્પિયન બનવા માટે ખેલાડીએ 7.5 પોઈન્ટ સુધી પહોંચવું આવશ્યક છે. મંગળવાર બ્રેક-ડે છે, આ દિવસે કોઈ રમત રમાશે નહીં. બંને ખેલાડીઓ વચ્ચે બુધવાર અને ગુરુવારે ફાઈનલની બાકીની 2 મેચ રમાશે. જો 14 રમતોના અંત પછી પણ પરિણામ ન આવે તો ટાઈ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવશે. સતત 7 ડ્રો બાદ જીત મેળવી
રવિવારે ગુકેશે સતત 7 મેચ ડ્રો કર્યા બાદ લિરેન પર વિજય મેળવ્યો હતો. એક દિવસ પહેલા શનિવારે બંને વચ્ચે 10મી મેચ ડ્રો રહી હતી. અહીં, વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સતત સાતમી અને એકંદરે આઠમી ડ્રો થઈ. લિરેન પહેલી ગેમ જીતી ગયો, જ્યારે ગુકેશ ત્રીજી ગેમ જીત્યો હતો. ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનશે
જો ભારતીય સ્ટાર ગુકેશ આ ફાઈનલ જીતશે તો તે સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની જશે. ગુકેશ અત્યારે 18 વર્ષનો છે. અગાઉ, ગુકેશે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારે પણ તે જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.