back to top
Homeભારતસંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ:ધનખડ વિપક્ષના સાંસદો સાથે બેઠક કરશે; ગઈકાલે રાહુલે...

સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ:ધનખડ વિપક્ષના સાંસદો સાથે બેઠક કરશે; ગઈકાલે રાહુલે મોદી-અદાણીના માસ્ક પહેરેલા સાંસદોનો ઈન્ટરવ્યુ લીધો હતો

સંસદ સત્ર વચ્ચે આજે સવારે 10:30 વાગ્યે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના સાંસદો સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગૃહને શાંતિપૂર્ણ રીતે ચલાવવાની અપીલ કરશે. અગાઉ પણ તેમણે સર્વપક્ષીય બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં હાજરી આપી હતી. ધનખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. ધનખરની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે વિરોધ પક્ષો રાજ્યસભામાં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ધનખડને હટાવવા માટે વિપક્ષ રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
વિપક્ષ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષના 70 સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. આમાં INDIA ગઠબંધનમાં સામેલ SP, TMC અને AAPના નેતાઓ છે. સમાચાર એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઓગસ્ટમાં પણ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષીના નેતાઓ વચ્ચે મુકાબલો થયો હતો. ત્યારબાદ વિપક્ષી દળોએ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂરી 20 સાંસદોનું સમર્થન એકત્ર કર્યું હતું. જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો. સંસદની બહાર કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું, ‘મેં મારા સમગ્ર રાજકીય જીવનમાં આટલા પક્ષપાતી સ્પીકર ક્યારેય જોયા નથી. તેઓ શાસક પક્ષના સાંસદોને નિયમોની વિરુદ્ધ બોલવા દે છે, જ્યારે વિપક્ષના સાંસદોને બોલવાની ના પાડે છે. રાહુલ ગાંધીએ મોદી-અદાણીનો લીધો ઇન્ટરવ્યૂ:કટાક્ષમાં જવાબ મળતાં જ હસ્યા સાંસદો​​​​​​​ રાહુલ ગાંધી સોમવારે સંસદમાં રોપોર્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વિપક્ષના બે સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના માસ્ક પહેર્યા હતા તેમની સાથે રાહુલે વાત કરી હતી. રાહુલે મોદી-અદાણી સંબંધો, અમિત શાહની ભૂમિકા અને સંસદના કામકાજ પર લગભગ 8 સવાલ પૂછ્યા હતા. રાહુલે પૂછ્યું, તમારા સંબંધ વિશે જણાવો. માસ્ક પહેરેલા સાંસદોએ કહ્યું કે અમે બંને સાથે મળીને બધું કરીશું. રાહુલે આગળ પૂછ્યું કે તમારી ભાગીદારી કેટલા સમયથી ચાલી રહી છે? માસ્ક પહેરેલા સાંસદોએ કહ્યું કે વર્ષોથી ચાલે છે. બીજેપી સાંસદે કહ્યું- રાહુલે પીએમ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો
ભાજપના સાંસદ દિનેશ શર્માએ કહ્યું કે વિપક્ષી નેતાઓ સંસદમાં માસ્ક પહેરીને ઉભા રહે છે અને વડાપ્રધાન વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ જાણતા નથી કે દેશની લોકશાહીનું સન્માન કેવી રીતે કરવું. તેમને દેશના ઉદ્યોગપતિઓ નથી જોઈતા, તેઓને વિદેશના ઉદ્યોગપતિ જોઈએ છે. તેઓ ઇચ્છે છે કે જ્યોર્જ સોરોસ ભારતમાં અસ્થિરતા સર્જે. કોંગ્રેસ ફંડને લઈને ભાજપનો હોબાળો કોંગ્રેસને મળેલા ફંડને લઈને ભાજપે સોમવારે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. ખરેખરમાં બીજેપીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી એક એવા સંગઠન સાથે સંકળાયેલા છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે. આ સંસ્થાને જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન તરફથી ભંડોળ મળે છે. આ સંગઠનનું નામ ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન એશિયા પેસિફિક (FDL-AP) છે. સોનિયા તેના કો-ચેરપર્સન (CO) છે. બીજેપીનું કહેવું છે કે રાહુલ ગાંધી ઘણી વખત પત્રકારોના સંગઠન OCCRPના અહેવાલોને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. આ સંસ્થાને જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ પણ મળે છે. કોંગ્રેસ તેમની સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવા અને મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments