back to top
Homeસ્પોર્ટ્સસાઉથ આફ્રિકાએ શ્રીલંકાને 109 રનથી હરાવ્યું:સિરીઝ 2-0 થી જીતી, બાવુમા પ્લેયર ઓફ...

સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને 109 રનથી હરાવ્યું:સિરીઝ 2-0 થી જીતી, બાવુમા પ્લેયર ઓફ ધ સિરીઝ; WTC પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને

સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 109 રને હરાવ્યું છે. આ સાથે ટીમે બે મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં ટેમ્બા બાવુમાની ટીમે 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં શ્રીલંકા માત્ર 238 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન મેળવી લીધું છે. શ્રીલંકાને પાંચમા દિવસે 143 રનની જરૂર હતી. જ્યારે સાઉથ આફ્રિકાને 5 વિકેટની જરૂર હતી. પરંતુ ટીમ તેના ગઈકાલના 205 રનના સ્કોરમાં માત્ર 33 રન જ ઉમેરી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. પ્રોટીઝ ટીમ તરફથી કેશવ મહારાજે 5 વિકેટ લીધી હતી. ડેન પેટરસને મેચમાં 7 વિકેટ ઝડપી હતી, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. 2 મેચમાં 327 રન બનાવનાર કેપ્ટન બાવુમાને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. કેપ્ટન સિલ્વા સિવાય અન્ય બેટર્સ નિષ્ફળ રહ્યા
શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વા સિવાય બાકીના બેટર્સ સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા. સિલ્વાએ 92 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર કુસલ મેન્ડિસે 46 રન બનાવ્યા હતા. છેલ્લા 4 બેટર્સ મળીને માત્ર 15 રન જ ઉમેરી શક્યા હતા. સ્પિનર ​​કેશવ મહારાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. બાવુમાએ ફિફ્ટી ફટકારી
ચોથા દિવસે, સાઉથ આફ્રિકાએ 191/3ના સ્કોરથી તેનો બીજો દાવ રમવાની શરૂઆત કરી. ટ્રિસ્ટન સ્ટબ્સે 36 અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48 રન સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બાવુમાએ ફિફ્ટી ફટકારી હતી અને 66 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે સ્ટબ્સે 47 રન બનાવ્યા હતા. ડેવિડ બેડિંગહામે 35 રનનું યોગદાન આપ્યું હતું. 5 ટેલન્ડરોએ પણ 8 થી 14 રનની ઇનિંગ્સ રમી અને સ્કોર 317 રન સુધી પહોંચાડ્યો. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 30 રનની લીડ લીધી હતી, આથી શ્રીલંકાને 348 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જયસૂર્યાની 5 વિકેટ
શ્રીલંકા તરફથી સ્પિનર ​​પ્રબથ જયસૂર્યાએ બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. વિશ્વા ફર્નાન્ડોને 2 જ્યારે અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારાને 1-1 વિકેટ મળી હતી. એક રનઆઉટ થયો હતો. શ્રીલંકાની ખરાબ શરૂઆત
348 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. દિમુથ કરુણારત્ને 1 રને અને પથુમ નિસાંકા 18 રન બનાવીને આઉટ થયા હતા. મિડલ ઓર્ડર બેટર્સે ઇનિંગની જવાબદારી સંભાળી હતી, પરંતુ 3 બેટર્સ સેટ થયા બાદ આઉટ થઈ ગયા હતા. દિનેશ ચાંદીમલે 29, એન્જેલો મેથ્યુસે 32 અને કામિન્દુ મેન્ડિસે 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ કુસલ મેન્ડિસ સાથે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 50+ રનની ભાગીદારી કરી અને સ્કોરને 200 રનની પાર પહોંચાડી દીધો. ટીમે સ્ટમ્પ સુધી 205 રન બનાવ્યા હતા, કુસલ અને ધનંજય બંને 39-39 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને ડેન પેટરસને 2-2 વિકેટ લીધી છે. કાગીસો રબાડાને પણ એક વિકેટ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments