અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 40 દિવસ બાદ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળવા જઈ રહ્યા છે. આ પહેલાં ટ્રમ્પે કેબિનેટમાં પોતાના નજીકના લોકોને સ્થાન આપ્યું. કેબિનેટ પછી હવે ટ્રમ્પ 2.0 માટે ટોચના અધિકારીઓની ભરતી પણ શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ સરકારના અધિકારીઓની પસંદગીમાં સિલિકોન વેલીના ઉદ્યોગપતિઓની દખલગીરી વધી. અમેરિકામાં આ પહેલીવાર છે જ્યારે સિલિકોન વેલી અમેરિકન વહીવટી અધિકારીઓની ભરતીમાં આટલો રસ દાખવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સ અને ટેસ્લાના માલિક અબજોપતિ એલોન મસ્ક સહિત એક ડઝનથી વધુ સિલિકોન વેલીના સીઈઓ તેમના કામકાજમાંથી રજા લઈ ટ્રમ્પ પ્રશાસન માટે ભરતીઓ માટે ટોચના અધિકારીઓના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છે. મસ્કના એક ડઝન સહયોગીઓ નવી સરકારની નીતિઓ નક્કી કરવામાં વ્યસ્ત ડેમોક્રેટનો ગઢ ગણાતું સિલિકોન વેલી હેલ રિપબ્લિકનના પડખે
અમેરિકામાં નવી સરકારમાં ટોચની જગ્યાઓ માટે નિમણૂકમાં પ્રથમ વખત સિલિકોન વેલી ખુલ્લેઆમ સામે આવી છે. એક-એક અધિકારીઓની પસંદગી કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની ટેક્સેશન અને રેગ્યુલેટિંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને રેગુલેટ કરવાની નીતિઓ પર તેમની અસર જોવા મળી શકે છે. એક સમયે રાષ્ટ્રપતિ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ ગણાતી સિલિકોન વેલી આજે રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ સાથે ઉભી છે. ટ્રમ્પની ટીમ કેપિટોલ હિંસા પર અરજદારોની પ્રતિક્રિયાઓની પણ તપાસ કરી રહી છે