શેરબજારમાં આજે એટલે કે 10મી ડિસેમ્બરે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 80 પોઈન્ટની તેજી સાથે 81,600ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 30 પોઈન્ટ ઉછળીને 24,650ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં તેજી છે અને 12માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં તેજી છે અને 20માં ઘટાડો છે. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો સેક્ટર સિવાય, તમામ તેજી સાથે ટ્રેડ કરી રહ્યાં છે. એશિયન બજારોમાં તેજી આવતીકાલે 3 IPO ખુલશે વિશાલ મેગા માર્ટ લિમિટેડ, વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ અને સાઈ લાઈફ સાયન્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આવતીકાલે એટલે કે 11મી ડિસેમ્બરે ખુલશે. રોકાણકારો ત્રણેય IPO માટે 13 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 18 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. સોમવારે બજાર ઘટાડા સાથે બંધ થયું અગાઉ ગઈકાલે એટલે કે 9 ડિસેમ્બરે સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 81,508ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 58 પોઈન્ટ ઘટીને 24,619ના સ્તરે બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલ કેપ 262 પોઈન્ટના વધારા સાથે 57,313ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં તેજી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 19માં તેજી હતી. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ થયો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં, FMCG સેક્ટર 2.22% ના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.