back to top
Homeગુજરાતસોમનાથમાં યુરોપિયન પક્ષીઓનું આગમન:ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે યાયાવર સીગલ પક્ષીઓ બન્યાં યાત્રિકોના...

સોમનાથમાં યુરોપિયન પક્ષીઓનું આગમન:ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે યાયાવર સીગલ પક્ષીઓ બન્યાં યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર; બાળકોમાં અનેરો ઉત્સાહ

સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર મજાના સીગલ પક્ષીનું આગમન થયું છે. આ પક્ષીઓ સોમનાથ આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. બાળકોને આ પક્ષીઓને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુરોપિયન પક્ષી બન્યાં યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર
શિયાળાની શરૂઆત થતાં યુરોપ રશિયા સહિતના દેશોમાં ખૂબ જ બરફ પડવાને કારણે આ પક્ષીઓ ભારતના હુંફાળા વાતવરણમાં શિયાળા દરમિયાન આવે છે. આખા શિયાળા દરમિયાન ત્રિવેણી સંગમ અને દરિયાકિનારે વસવાટ કરે છે અને બચ્ચાંને જન્મ આપી તેનો ઉછેર કરે છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ વિદાય લે છે. આ પક્ષીઓને ત્રિવેણી સંગમ કિનારે લોકો લોટ સહિતનો ખોરાક ખવડાવતાં જોવા મળ્યા હતા. તો બાળકો પણ આનો આનંદ લેતા નજરે પડ્યા હતા. શિયાળો પૂર્ણ થતાં જ વતન રવાના થશે
આ બાબતે આર.એફ.ઓ પંપાણીયાએ જણાવ્યું હતું કે, આ સીઝનમાં યુરોપર અને રશિયાના દેશોમાં ખૂબ ઠંડી પડવાને કારણે બરફ જામી જાય છે, જેથી ભારતના દરિયા કિનારાના હુંફાળા વાતાવરણમાં શિયાળા દરમિયાન આ યાયાવર પક્ષીઓ અહીં આવે છે અને શિયાળો પૂર્ણ થતાં જ ફરી વતન રવાના થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments