બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે. અને કાશ્મીર જીવા અલ્હાદક વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુ ની ઠંડકનો અહેસાસ મળવા આવતા હોય છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈ કાલ અને આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ ડિસેમ્બરની એન્ડિંગ બાકી છે અને હમણાંથી જ ઠંડીનો ચમકારો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે જોકે આવનાર શહેરમાં હજુ વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે