આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કરીના કપૂર પણ જોવા મળી હતી. આ આમિર ખાનની કમબેક ફિલ્મ હતી અને તેને ખાતરી હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. પરંતુ રિલીઝ થયા બાદ ‘લાલ સિંહ ચડ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તાજેતરમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની બોક્સ ઓફિસ નિષ્ફળતાએ આમિર ખાનને કેટલી અસર કરી છે. ફિલ્મની નિષ્ફળતા બાદ આમિર ખાનનું દિલ તૂટી ગયું હતું
કરીના કપૂર ખાન ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાની રાઉન્ડ ટેબલ ચર્ચામાં જોડાઈ. વાતચીત દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું કે તેના કો-સ્ટાર આમિર ખાનને ફિલ્મની બોક્સ ઓફિસ નિષ્ફળતાથી એટલું ખરાબ લાગ્યું કે તેનું દિલ તૂટી ગયું હતું. કરીના કપૂરે આમિર ખાનના વખાણ કર્યા અને તેમને લિજેન્ડ કહ્યા. ‘આમિરે પૂછ્યું હતું- તું વાત તો કરીશને મારી સાથે’
એક્ટ્રેસે ફિલ્મ રિલીઝ થયા પછી આમિરને મળવાની ઘટના વિશે વાત કરી હતી, જ્યાં તેણે મજાકમાં એક્ટ્રેસને કહ્યું – પિક્ચર ન ચાલી આપણી’, તું વાત તો કરીશને મારી સાથે? તે સમયે હું આમિરની ઉદાસી સમજી શક્તી હતી. આ સિવાય કરીના કપૂરે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં તેના પાત્ર રૂપા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું- મને લાગે છે કે રૂપાએ મારા માટે જે કર્યું છે, તે કદાચ ફરી સિંઘમ પણ નહીં કરી શકે. આ ફિલ્મ દિલથી બની હતી – કરીના
એક્ટ્રેસે વધુમાં કહ્યું કે ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદને તેનું પાત્ર રૂપા ખૂબ જ સુંદર રીતે લખ્યું છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે લાલ સિંહ ચઢ્ઢાને કોમર્શિયલ બ્લોકબસ્ટર ફિલ્મોની જેમ નહીં, પરંતુ દિલથી બનાવવામાં આવી હતી. તેણે કહ્યું- બધાએ સખત મહેનત કરી હતી અને અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ ફિલ્મ માત્ર 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. આ ફિલ્મ સ્ટોરી સત્ય પર આધારિત હતી. શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્સીની ખબર પડી
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના કપૂરને પ્રેગ્નન્સીની ખબર પડી. તેણે આમિરને આ સમાચાર આપ્યા ત્યાં સુધીમાં ફિલ્મનું અડધાથી વધુ શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હતું. તે સમયે આમિર ખાને કરીના કપૂરને સપોર્ટ કર્યો હતો જેનાથી તે ઘણી ખુશ હતી. આમિરે કરીના કપૂરને કહ્યું, હું તારા માટે ખુશ છું. અમે તમારી રાહ જોઈશું અને સાથે મળીને ફિલ્મ પૂરી કરીશું. થોડા દિવસો પહેલા આમિરના વખાણ પણ કર્યા હતા
હાલમાં જ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત ચોથા રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કરીના કપૂરે આમિરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે – આજે પણ હું આમિર પાસેથી ઘણું શીખું છું, મારા માટે તે ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો ફિલ્મ સ્ટાર છે. તેણે હિન્દી સિનેમાને એક નવી ઓળખ આપી છે. આમિર ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
આમિરના વખાણ કરતાં કરીના કપૂરે આગળ કહ્યું હતું કે – મેં અત્યાર સુધી જેટલા પણ કલાકારો સાથે કામ કર્યું છે તેમાં આમિર ખાન બેસ્ટ કો-એક્ટર છે. કરીના કપૂરે આમિર સાથે ‘3 ઈડિયટ્સ’, ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘તલાશ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.