back to top
Homeગુજરાતકવર્ડ કંડકટર વીજતારથી વીજ સમસ્યામાંથી છુટકારો મળશે:ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠામાં 100 કરોડના...

કવર્ડ કંડકટર વીજતારથી વીજ સમસ્યામાંથી છુટકારો મળશે:ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠામાં 100 કરોડના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરાશે, વાવાઝોડા સમયે પણ વીજપોલ અને તારને રક્ષણ મળશે

સૌરાષ્ટ્ર – કચ્છ 1,249 કિલોમીટર લાંબો દરિયાકાંઠા વિસ્તાર ધરાવે છે. જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડા દરમ્યાન વિજ પોલ ધરાશાયી થઈ જાય છે. જેને કારણે ખેતરો અને વાડી વિસ્તારમાં વીજળી ગૂલ થઈ જાય છે અને અંધારપટ્ટથી લોકોને તો મુશ્કેલી પડે જ છે પરંતુ પીજીવીસીએલને કરોડોનું નુકસાન જાય છે તેવામાં હવે PGVCL દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વિજ પોલને કવર્ડ કંડકટરથી મજબૂત બનાવવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ ઘડ્યું છે. ખેતીવાડીના અંદાજે 75,000 માંથી પ્રથમ તબક્કામાં 8,725 વીજ ગ્રાહકોને લાભ આપવાનું આયોજન છે. જેમાં રૂ. 95.35 કરોડનાં ખર્ચે 1,082 કિલોમીટરમાં આવતા 43 ફીડરને કવર્ડ કંડકટરથી મજબૂત બનાવવામાં આવશે જેમાં 50 ને બદલે 30 ફૂટ ના અંતરે વીજ પોલ નાખવામાં આવશે અને તે ઇન્સ્યુલિનથી કવર્ડ હશે જે મજબૂત પોલ ભારે વાવાઝોડા કે અતિ ભારે વરસાદ સામે અડીખમ રહેશે અને વીજ વિક્ષેપની સમસ્યાઓ પણ દૂર થઈ જશે. દરમિયાન આજે પીજીવીસીએલની બજેટ બેઠક મળવાની છે જેમાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ અને કવર્ડ કંડકટર એમ બે મુદ્દા ઉપર ચર્ચાઓ થશે. રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ માં દરિયાકાંઠાનો સૌથી લાંબો વિસ્તાર આવે છે અને તેમાં દર વખતે વાવાઝોડાનો ડર રહેતો હોય છે. આ ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદ પણ પડે છે. જેને લીધે વીજળી ગૂલ થવાની સમસ્યાઓ લોકોને સતાવી રહી છે જેથી આ માટે પીજીવીસીએલ દ્વારા PM સૂર્યોદય યોજના અંતર્ગત રૂપિયા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યત્વે ખેતી અને જંગલ વિસ્તારમાંથી જે ફીડર પસાર થાય છે તેને કવર્ડ કંડક્ટરમાં કન્વર્ટ કરવાનુ આયોજન છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલના જે વીજ પોલ છે તે 50 મીટરના અંતરે જોવા મળે છે પરંતુ કવર્ડ કંડક્ટરમાં 30 મીટરના અંતરે વીજપોલ રાખવામાં આવે છે અને તેમાં વીજ લાઈનને ઇન્સ્યુલિનથી કવર કરવામાં આવે છે. જેને કારણે વીજલોસની સમસ્યાઓ નહીવત બની જાય છે. કારણકે કવર્ડ કંડકટર જેવી હોય છે અને તેની વીજ લાઈન મોટાભાગે પડતી નથી. વિજ પોલ નજીકના અંતરે હોવાથી લો વોલ્ટેજનો પ્રશ્ન પણ દૂર થઈ જાય છે. જેથી ખેતીવાડીના વીજ કનેક્શન ધરાવતા ગ્રાહકોને નિરંતર વિજળી પ્રાપ્ત થાય છે. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે રૂપિયા 100 કરોડનું ટેન્ડર ફાઇનલ થઈ ગયું છે. એજન્સી નક્કી થઈ ગઈ છે અને સર્વે પણ ચાલુ થઈ ગયો છે. જેમાં ગીર સોમનાથ, જુનાગઢ અને માંગરોળ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વધારાના ફંડની માંગણી પણ પીજીવીસીએલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે જેમાં અન્ય દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આવેલા ફીડરોને કવર્ડ કંડકટરમાં કન્વર્ટ કરવામાં આવશે. PGVCLના કુલ ગ્રાહકોમાંથી 30% એગ્રિકલચરના ગ્રાહકો છે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પીજીવીસીએલ ના તમામ ગ્રાહકોમાંથી 30 ટકા એટલે કે 75,000 જેટલા એગ્રીકલ્ચરના ગ્રાહકો છે એટલે કે જેઓ ખેતરો અને વાડી વિસ્તારમાં રહેતા હોય તેઓને લાભ મળશે આ કામગીરી આઠથી નવ મહિનામાં પૂર્ણ થઈ જશે જેથી આગામી ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થઈ જાય અને તેથી વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ દરિયાકાંઠાના વીજ ગ્રાહકોને અવિરત વીજળી મળતી રહે. હાલમાં મુખ્ય બે મુદ્દા પર થઇ રહ્યું છે કામ તેમણે અંતમાં જણાવ્યું હતું કે PGVCL 2 મુદ્દા ઉપર કામ કરી રહી છે જેમાં મુખ્યત્વે અંડર ગ્રાઉન્ડ કેબલિંગ અને બીજું કવર્ડ કંડકટર. જોકે કચ્છ જેવા વિસ્તારો કે જે અર્થ કવેક ઝોન ગણાય છે ત્યાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવતું નથી. આ ઉપરાંત તેમાં ખેતરો અને વાડી વિસ્તારનો પણ સમાવેશ થાય છે જેથી અહીં ઓવરહેડ કવર્ડ કંડકટર નાખવામાં આવે છે. જેમા ગડર પોલ નાખવાથી લાઇન સ્ટ્રોંગ થઈ જાય છે. જેથી વાવાઝોડા સમયે ભારે પવન ફૂંકાય તે વખતે વીજ લાઈન પડે નહીં. કચ્છમાં 250 કિલોમીટરના વિસ્તારમાં કવર્ડ કંડકટરનું કામ થઈ ગયું છે. જ્યારે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારો અને ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પ્રક્રિયામાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments