સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યું છે. યાર્ડની બહાર બન્ને બાજુ ગઈ કાલે ડુંગળીના વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી ગત રાત્રીના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી યાર્ડમાં ડુંગળીના બે લાખ વધારે કટ્ટાની આવક નોંધાઈ છે હાલ જગ્યાના હોવાથી આવક બંધ કરવામાં આવી છે. હાલ હજુ પણ યાર્ડની બન્ને બાજુ ડુંગળી ભરેલા વાહનોની કતારો છે. ગોંડલ યાર્ડની આ વર્ષની ઐતિહાસિક આવક નોંધાઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે આ વખતે હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ.200/-થી રૂ.1000/- સુધીના બોલાયા હતા. ડુંગળીના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇનો હતી અને ડુંગળીની ભરપૂર આવક થવા પામી છે. ત્યારે હવે જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે. ચાંપાબેડા ગામના ખેડૂત લાલજીભાઇએ જણાવ્યું હતુ કે, મે મારા ખેતરમાં 2 વિધાની ડુંગળીનું વાવેતર કર્યુ હતું. જેમાં તેને અંદાજિત ખર્ચ 35 હજાર જેવો થયો હતો. જેમાં તેમને 1400 કટ્ટા થયાં હતાં તેમને ગોંડલ યાર્ડમાં 20 કિલોના ભાવ 600/- રૂપિયા મળ્યો હતો. ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.