back to top
Homeગુજરાતડિકમ્પોઝ લાશ કોની? સ્કેચ બનાવી શોધખોળ:વલસાડમાં યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ...

ડિકમ્પોઝ લાશ કોની? સ્કેચ બનાવી શોધખોળ:વલસાડમાં યુવકને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું, 4 ભાષામાં બેનર વાઈરલ, 155 મિસિંગ શખસની જાણકારી મેળવી ક્રોસ ચેકિંગ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રાયમલ ગામના આલય ટેકરી ઉપર 8મી ડિસેમ્બરે અજાણ્યા ઇસમની લાશ સ્થાનિકોને જોવા મળી હતી. ડુંગર વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલી લાશનો નાનાપોંઢા પોલીસે કબ્જો મેળવી FSLની મદદ લઈને લાશનું પેનલ PM કરાવ્યું તું. જેના પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ ગળેફાંસો હોવાનું ખૂલ્યું છે. નાનાપોંઢા પોલીસની ટીમે જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાંથી છેલ્લા 1 માસમાં ગુમ થયેલા 155 વ્યક્તિઓની ગુમ થયાની નોંધ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક દુકાનની થેલી પણ મળતાં તેના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે એક સપ્તાહ પહેલા મોત થયાનું અનુમાન
કપરાડા તાલુકાના મધુબન જૂથ ગ્રામપંચાયતની રાયમલ ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા એક ડુંગર ઉપરથી પસાર થતાં સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ગામના આગ્રણીઓ અને નાનાપોંઢા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. નાનાપોંઢા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. FSLની મદદ લઈને અજાણ્યા ઇસમની ડિકમ્પોઝ થયેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. લાશ પાસે આવેલા ઝાડ ઉપર ફાંસો ખાધેલાનું દોરડું મળ્યું હતું. લાશના ગળામાં દોરડાનો ભાગ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ અઠવાડિયાની અંદર અજાણ્યા યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. FSLની મદદ લઈને લાશનું PM
નાનાપોઢા પોલીસની ટીમે FSLની મદદ લઈને લાશનું PM કરવાની અને આજુબાજુના વિસ્તારમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. નાનાપોઢા પોલીસની ટીમે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. FSLની ટીમે પેનલ PMના પ્રાથમિક રિપોર્ટમાં ગળે ફાંસો લાગવાથી અજાણ્યા યુવકનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. લાશ પાસે મળેલી વસ્તુઓના આધારે તપાસ
નાનાપોઢા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની કંપનીઓ અને કેટરર્સ સંચાલકોને બ્લ્યુ રાઉન્ડ કેપ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. યુવકની પાશ પાસે મળેલી થેલીના દુકાન સંચાલકને મૃતકનો ફોટો બતાવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સ્કેચ આર્ટિસ્ટ પાસેથી લાશનો સ્કેચ બનાવી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 155માંથી 80થી વધુ કેસમાં મિસિંગ વ્યક્તિ ઘર પરત આવી
વલસાડ જિલ્લાના બોર્ડરિંગ વિસ્તારમાં છેલ્લા 1 માસમાં 155 જેટલા ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યો સાથે નાનાપોઢા પોલીસની ટીમે સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. નાનાપોઢા પોલીસની ટીમે 80થી વધુ મિસિંગ થયેલા પરિવારમાં સભ્યોની પૂછપરછ કરતા મોટા ભાગના કેસમાં મિસિંગ થનાર વ્યક્તિ ઘરે પરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નાસિક કે દાદરા નગર હવેલીમાં ચાલીઓમાં એકલો રહેતો હોય અને થોડા સમયથી દેખાતો ન હોય તેવા લોકોની યાદી અલગ અલગ ચાલીઓમાં જઈને ચેક કરવામાં આવી રહી છે. 4 અલગ અલગ ભાષાઓમાં સ્કેચ બનાવી લાશની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments