14 ડિસેમ્બરે હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. કપૂર પરિવાર આ પ્રસંગને યાદગાર બનાવવા માગે છે. રણબીર, કરીના, કરિશ્મા, આલિયા, સૈફ અને નીતુ કપૂર સહિતનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો અને આ પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. કપૂર બહેનોએ લીધો ઓટોગ્રાફ
કરીના કપૂર-કરિશ્માએ પીએમ સાથેની મુલાકાતની કેટલીક ખાસ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. કપૂર બહેનોએ પીએમ પાસેથી ઓટોગ્રાફ માગ્યો હતો. કરીનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં પીએમ મોદીએ લખ્યું છે – ટિમ અને જેહ… પેજ પર બંને બાળકોના નામ લખ્યા બાદ પીએમએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો. કરીનાએ આ મુલાકાતને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેણે લખ્યું- રાજ કપૂરની 100મી જન્મજયંતિ માટે તમારો સ્પોર્ટ અને એટેંશન મેળવવું અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. કપૂર પરિવારે PMનો દિલથી આભાર માન્યો
કરિશ્મા કપૂરે પણ બાળકો માટે પીએમ મોદીનો ઓટોગ્રાફ લીધો હતો. સામે આવેલી તસવીરોમાં પીએમ મોદી કપૂર પરિવાર સાથે વાત કરતા જોવા મળે છે. પીએમ એક પછી એક બધાને મળ્યા. આ માટે કપૂર પરિવારે PMનો દિલથી આભાર માન્યો. શોમેનની સેન્ચ્યુરીનું શાનદાર સેલિબ્રેશન
ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનને તેમના 100મા જન્મદિવસે ઉજવવામાં આવશે. શોમેનની આઇકોનિક ફિલ્મો “રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ” માં બતાવવામાં આવશે. કઈ ફિલ્મો બતાવવામાં આવશે?
સ્ક્રીનિંગ PVR-Inox અને Cinepolis થિયેટરોમાં યોજાશે, જેમાં ટિકિટની કિંમત માત્ર ₹.100 રાખવામાં આવી છે. આ અનોખા ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂર અભિનીત કુલ 10 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, આ ફિલ્મો, જેણે ભારતીય અને વૈશ્વિક સિનેમા બંને પર અમીટ છાપ છોડી છે, તે આધુનિક સમયના પ્રેક્ષકો માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે.