સાઉથ એક્ટર મોહન બાબુ અને તેમના પુત્ર મંચુ મનોજ વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન બુધવારે જ્યારે મીડિયાકર્મીઓ કવરેજ કરવા માટે ઘરે પહોંચ્યા ત્યારે મોહન બાબુએ મીડિયાકર્મીઓનું માઈક છીનવી લીધું હતું અને તેમની સાથે મારપીટ કરી હતી. આ ઘટના હૈદરાબાદમાં તેમના ઘરે બની હતી. આ ઘટના બાદ એક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે એક્ટરના લાયસન્સવાળા હથિયારો જપ્ત કર્યા છે. બાપ અને વહુ-દીકરા વચ્ચે પ્રોપર્ટીની લડાઈ
મોહન બાબુએ તેના પુત્ર મનોજ અને પુત્રવધૂ મોનિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મનોજ મંચુએ તેના પિતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. એક્ટરે કહ્યું- તેના પિતાએ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. પોતાના પુત્ર અને પુત્રવધૂ તરફથી પોતાને ખતરો ગણાવતા મોહને પોતાની અને પોતાની સંપત્તિ માટે પોલીસ સુરક્ષાની માગ કરી છે. મારા પિતા મને બદનામ કરવા માગે છે – મનોજ
જે બાદ મનોજ માંચુએ પિતાની આ માગ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું- મારા પિતા મોહન બાબુ મને બદનામ કરવા, મારો અવાજ દબાવવા અને પરિવારમાં મતભેદ ઊભો કરવા માટે આ આરોપો લગાવ્યા છે. મેં ક્યારેય મિલકત કે વારસો માંગ્યો નથી. સાવકા ભાઈ પર આક્ષેપો
મનોજે એક્ટર અને સાવકા ભાઈ વિષ્ણુ માંચુ પર પણ આરોપો લગાવ્યા છે. આરોપ લગાવતા એક્ટરે કહ્યું- વિષ્ણુ પરિવારના નામનો ઉપયોગ પોતાની સુવિધા અને લાભ માટે કરે છે. મેં ક્યારેય પ્રોપર્ટીમાં હક્ક માગ્યો નથી- મનોજ
મનોજ માંચુએ આગળ કહ્યું- મારા પિતા બાળપણથી જ મારા માટે પ્રેરણા રૂપ છે, આજે પણ તે મને ઘણી બધી બાબતોની સલાહ આપે છે. મેં ક્યારેય તેની પાસે મિલકતમાં અધિકારો માગ્યા નથી. આ સમગ્ર વિવાદને કારણે એક્ટર મનોજે અપીલ કરી છે કે તેમની સાત મહિનાની પુત્રીને આ વિવાદમાં ન ખેંચવામાં આવે. મોહન બાબુએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ તેલુગુ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હોવાની સાથે સાથે રાજનેતા પણ રહ્યા છે.