back to top
Homeગુજરાતભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવાયા:નડિયાદમાં શહેર (જિ.) કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે...

ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવાયા:નડિયાદમાં શહેર (જિ.) કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે પ્લેકાર્ડ સાથે રાખી રેલી કાઢી દેખાવો કર્યા, તૂટેલા રોડ પર ‘ભ્રષ્ટાચાર’ લખી વિરોધ નોંધાવ્યાં

નડિયાદમાં અતિભરચક વિસ્તાર ગણાતા નટપુર બેંકથી સિંદુશી પોળ સુધીનો RCC રોડ સવા વર્ષ પહેલા બન્યો અને ઠેકઠેકાણે તૂટી જતાં શહેર (જિ) કોંગ્રેસે આ રોડ પર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી આજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. આ ઉપરાંત ઠેકઠેકાણે રોડ પર ભ્રષ્ટાચાર લખી દેખાવો કર્યા છે. નડિયાદ શહેરમાં મુખ્ય બજાર ગણાતા એવા નટપુર બેંકથી સિંદુશી પોળ સુધીનો રસ્તો તાજેતરમાં એટલે કે, સવા વર્ષ અગાઉ જ બન્યો હતો. તૂટેલ અને ઉબડખાબડ રોડ RCC થતાં રાહદારીઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ રોડ તૂટી ગયાનો અક્ષેપ શહેર (જિ) કોંગ્રેસે લગાવ્યો છે. આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી આજે બુધવારે સૂત્રોચ્ચાર સાથેની આ રોડ પર રેલી કાઢી હતી. આ ઉપરાંત ભ્રષ્ટાચારના પ્લેકાર્ડ સાથે રાખી વિરોધ દર્શાવ્યો અને દેખાવો કર્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર આ સમયે નડિયાદ ટાઉન પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે, આ રોડ સવા વર્ષ પહેલા જ બન્યો હતો અને ઠેકઠેકાણે તૂટતા અમે આજે સૂત્રોચ્ચાર સાથે આ રોડ પર દેખાવો કરી રેલી કાઢી હતી. અમારી માંગણી છે કે, આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવો જોઈએ. વધુમાં તેમણે આ રોડ પર ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments