આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ડીસાની એન્જલ સ્કૂલની ટીમે દ્વિતીય ક્રમ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ હવે નેશનલ કક્ષાએ રમવા જશે. તાજેતરમાં એસ જી એફ આઈ આયોજિત શાળાકીય અંડર 17 ભાઈઓની સેપક ટકરાવ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન આણંદ ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં દરેક જિલ્લામાંથી ટીમોએ ભાગ લીધો હતો. તેમાં એન્જલ્સ શાળાના બારોટ સાગર ,ચૌધરી સુમિત ,દવે નિસર્ગ ,ઠક્કર સ્લોક તેમજ સોલંકી યુગ આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય નંબરે વિજેતા બનેલ હતા. જે બદલ આ તમામ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષા સુધી પહોંચી અને શાળાનું જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તમામ ખેલાડીઓ આગામી સમયમાં નેશનલ લેવલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવા આશીર્વાદ એન્જલસ પરિવાર દ્વારા પાઠવવામાં આવ્યા હતા.