back to top
Homeગુજરાતરાજ્યમાં ફૂંકાતા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા:5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુંગાર, માઉન્ટ...

રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા:5 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુંગાર, માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં જતા બરફની ચાદર છવાઈ, સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતા જ લોકો ધ્રૂજી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતાઓ વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા હતા. રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી તેની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટમાં શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માગ
રાજ્યમા શિયાળાની શરૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે જેમનો શરૂ થવાનો સમય વહેલી સવારે 7 થી 7.30 વાગ્યાનો હોય છે એટલે કે વાલીને વિદ્યાર્થીને 6 વાગ્યાથી જગાડીને તૈયાર કરીને સમયસર સ્કૂલ પર પહોચાડવાના થતા હોય છે. જેથી સવારની પાળીની શાળાઓનો સમય 9 વાગ્યાનો કરવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.(સંપૂર્ણ સમચાર વાંચો) અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપામન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે. 5 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા સાડા સાત ડિગ્રી તાપમાન ઘટી જતા લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો. જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડા અને તાપણા કરતા જોવા મળ્યા હતા. રાજ્યનાં મુખ્ય શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં જતા બરફની ચાદર છવાઈ
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે રાજ્યના અલગ અલગ ભાગોમાં ઠંડીનું જોર વધતા ઠેર ઠેર લોકો તાપણાનો અને ગરમ કપડા નો સહારો લઈ રહ્યા છે. હજુ પણ આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપર ઉત્તર દિશા તરફથી પવન આવતા હોવાથી ઠંડીનું જોર વધ્યું હતું પરંતુ હવે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવન આવતા ઠંડીનું જોડ અંશતઃ ઘટવાની શક્યતાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments