શેરબજારમાં આજે એટલે કે 11મી ડિસેમ્બરે ફ્લેટ ટ્રેડિંગ છે. સેન્સેક્સ 50 પોઈન્ટની તેજી સાથે 81,560ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 10 પોઈન્ટ ઉછળીને 24,620ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં તેજી છે અને 8માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 36માં તેજી છે અને 14માં ઘટાડો છે. બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટર NSE સેક્ટરલ ઇન્ડેક્સમાં ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. તેમજ, અન્ય સેક્ટર પણ સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર આજે 3 IPO ખુલશે વિશાલ મેગા માર્ટ લિમિટેડ, વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ અને સાઈ લાઈફ સાયન્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPOઆજે ખુલશે. રોકાણકારો 13 ડિસેમ્બર સુધી ત્રણેય IPO માટે બિડ કરી શકશે. કંપનીના શેર 18 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે પણ બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો આ પહેલા ગઈ કાલે એટલે કે 10મી ડિસેમ્બરે પણ શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ રહ્યું હતું. સેન્સેક્સ 1 પોઈન્ટના વધારા સાથે 81,510 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 8 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,610ના સ્તરે બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલકેપ 189 પોઈન્ટના વધારા સાથે 57,503 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં તેજી અને 15માં ઘટાડો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં ઘટાડો અને 23માં ઉછાળો હતો. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી સેક્ટર સૌથી વધુ 1.43% ના વધારા સાથે બંધ થયું હતું.