back to top
Homeસ્પોર્ટ્સસાઉથ આફ્રિકાએ પ્રથમ T20માં પાકિસ્તાનને હરાવ્યું:જ્યોર્જ લિન્ડે 48 રન બનાવ્યા, 4 વિકેટ...

સાઉથ આફ્રિકાએ પ્રથમ T20માં પાકિસ્તાનને હરાવ્યું:જ્યોર્જ લિન્ડે 48 રન બનાવ્યા, 4 વિકેટ પણ લીધી; મિલરની તાબડતોડ બેટિંગ

સાઉથ આફ્રિકાએ પ્રથમ T20માં પાકિસ્તાનને 11 રને હરાવ્યું હતું. ટીમે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમ વચ્ચે 3 T-20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. ડરબનમાં મંગળવારે પહેલી રમતા સાઉથ આફ્રિકાએ 9 વિકેટે 183 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી અને 11 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં જ્યોર્જ લિન્ડેએ 4 વિકેટ ઝડપી હતી અને 48 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો હતો. મિલરની ફિફ્ટી, લિન્ડેએ 48 રન બનાવ્યા
જ્યારે સાઉથ આફ્રિકા ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યું ત્યારે રીઝા હેન્ડ્રીક્સ સહિત ત્રણેય ટૉપ ઓર્ડર બેટર 28ના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી ડેવિડ મિલરે ઇનિંગને સંભાળી અને 40 બોલમાં 82 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 8 સિક્સ પણ ફટકારી હતી. તેના સિવાય બેટિંગમાં જ્યોર્જ લિન્ડેએ 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદી અને અબરાર અહેમદે 3-3 વિકેટ લીધી હતી. અબ્બાસ આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. સુફીયાન મુકિમને 1 વિકેટ મળી હતી. રિઝવાનની અડધી સદી, લિન્ડેએ 4 વિકેટ ઝડપી
184 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન મોહમ્મદ રિઝવાને એક છેડેથી ટીમની ઇનિંગને આગળ વધારી હતી, પરંતુ બાબર આઝમ શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. સેમ અયુબે 31 રન બનાવ્યા હતા, પરંતુ તે પણ પાવરપ્લે બાદ તરત જ પેવેલિયન પરત ફર્યો હતો. રિઝવાને આ મેચમાં 74 રન બનાવ્યા હતા. જ્યોર્જ લિન્ડે 4 વિકેટ લીધી હતી. ક્વેના મફાકાએ 2 વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદીએ 100 વિકેટ પૂરી કરી
પ્રથમ T20 મેચમાં, શાહીન આફ્રિદીએ તેના સ્પેલમાં 5.50ની ઇકોનોમીમાં 3 વિકેટ લીધી હતી. શાહીન T20 ક્રિકેટમાં 100 વિકેટ લેનારો પાકિસ્તાનનો ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ હારિસ રઉફ અને શાદાબ ખાને મેળવી હતી. શાહીને આ સિદ્ધિ 74 મેચમાં મેળવી હતી, જેનાથી તે પાકિસ્તાન તરફથી આ સિદ્ધિ મેળવનાર બીજો સૌથી ઝડપી બોલર બન્યો હતો. હારિસ રઉફે 71 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments