back to top
Homeમનોરંજનસિદ્ધાર્થે અલ્લુ અર્જુન પર કર્યો કટાક્ષ:સાઉથ એક્ટરે 'પુષ્પા 2'નાં ચાહકોની ભીડને 'JCB...

સિદ્ધાર્થે અલ્લુ અર્જુન પર કર્યો કટાક્ષ:સાઉથ એક્ટરે ‘પુષ્પા 2’નાં ચાહકોની ભીડને ‘JCB કી ખુદાઈ’ સાથે સરખાવી

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ‘રાજ’ કરી રહી છે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 900 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. એવામાં સાઉથ એક્ટર સિદ્ધાર્થે અલ્લુ અર્જુન પર કટાક્ષ કર્યો છે. તેણે પટનામાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ દરમિયાન અલ્લુ અર્જુનને જોવા માટે એકઠા થયેલા ચાહકોની સરખામણી ‘JCB કી ખુદાઈ’ સાથે કરી અને એમ પણ કહ્યું કે ભીડનો અર્થ ક્વોલિટી નથી. સિદ્ધાર્થે અલ્લુ અર્જુન પર કર્યો કટાક્ષ
ફિલ્મ ‘પુષ્પા 2’નું ટ્રેલર બિહારના પટનામાં મેકર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાખો ચાહકોની ભીડ પહોંચી હતી. આ અંગે સિદ્ધાર્થે કહ્યું, આપણા દેશમાં જેસીબીનું ખોદકામ જોવા માટે પણ ભીડ એકઠી થાય છે, જ્યારે બિહારમાં અલ્લુ અર્જુનને જોવા માટે લોકોનું એકઠું થવું અસામાન્ય નથી. જો તે આયોજન કરશે, તો ચોક્કસપણે ભીડ જોવા માટે આવશે. ભારતમાં ભીડનો અર્થ ક્વોલિટી નથી. જો આમ થતું હોત તો તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતી જતા હોત. તેના માટે લોકોને બિરયાનીના પેકેટ અને દારૂની બોટલો વહેંચવાની જરૂર પડત નહીં. અલ્લુ અર્જુનના ચાહકો થયા ગુસ્સે
સિદ્ધાર્થના આ કટાક્ષથી અલ્લુ અર્જુનના ચાહકો ગુસ્સે થઈ ગયા. ઘણા યુઝર્સે સિદ્ધાર્થ પર ઈર્ષ્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તેને દેશના સૌથી મોટા સ્ટાર પૈકીના એક અલ્લુ અર્જુન વિશે ખરાબ ન બોલવાની અપીલ કરી હતી. સિદ્ધાર્થનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments