back to top
HomeભારતMETAનું સર્વર ડાઉન:વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા; મેટા અને ઝુકરબર્ગને...

METAનું સર્વર ડાઉન:વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા; મેટા અને ઝુકરબર્ગને X પર ટ્રોલ કર્યા

દુનિયાભરમાં મેટાનું સર્વર અચાનક ડાઉન થઈ જવાથી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝર્સ મોટા પાયે આઉટેજનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ રીતે ઈન્સ્ટા અને ફેસબુક પર ફીડ અપલોડ થવામાં પણ મુશ્કેલી આવી રહી છે. મોટા પાયે આઉટેજની સમસ્યા સર્જાઈ દુનિયાભરમાં મેટાનું સર્વર ડાઉન થવાથી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડ યુઝર્સને મોટા પાયે આઉટેજનો સામનો કરવો પડ્યો. ભારતમાં બુધવારે રાતે 11 વાગ્યા આસપાસ યુઝર્સે મેટા પ્લેટફોર્મના આઉટેજને લઈને ફરિયાદો કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ ઉપરાંત, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડની માલિકી પણ મેટા પાસે છે. આ ચારેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝર્સને મુશ્કેલી પડી છે. યુઝર્સે મેટા અને ઝુકરબર્ગને X પર ટ્રોલ કર્યા મેટાએ હજુ સુધી આ આઉટેજનું કારણ અને સર્વિસ કેટલા સમય સુધી ઉપલબ્ધ નહીં રહે એ વિશે કોઈ અધિકૃત નિવેદન જારી કર્યુ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેટા પ્લેટફોર્મ્સના આઉટલેજને લઈને મીમ્સનું પૂર આવ્યું છે. તેમાં મેટા ડાઉન અને માર્ક ઝુકરબર્ગ પણ X પર ટ્રેન્ડ કરી રહ્યા છે. યુઝર્સે મીમ્સ, વીડિયો અને ઓપિનિયન દ્વારા મેટા અને ઝુકરબર્ગને ટ્રોલ કરી રહ્યા છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ DownDetector.com અનુસાર, ફેસબુકના એક લાખથી વધુ વપરાશકર્તાઓ અને ઈન્સ્ટાગ્રામના લગભગ 70,000 વપરાશકર્તાઓએ સેવાઓ બંધ થવાની ફરિયાદ કરી હતી. જો કે, થોડા જ સમયમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments