back to top
Homeસ્પોર્ટ્સSMAT: મધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સેમિફાઈનલમાં:MPએ સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું; બંગાળ...

SMAT: મધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સેમિફાઈનલમાં:MPએ સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું; બંગાળ 41 રને, વિદર્ભ 6 વિકેટે અને યુપી 19 રને હાર્યું

મધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. બુધવારે મધ્યપ્રદેશની ટીમે સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું હતું. બરોડાએ બંગાળ સામે 41 રને જીત મેળવી હતી. મુંબઈએ 224 રનનો ટાર્ગેટ 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. તો દિલ્હીએ યુપીને 19 રને પરાજય આપ્યો હતો. વેંકટેશ અય્યરે MPમાંથી ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 33 બોલમાં 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. 2 વિકેટ પણ લીધી હતી. અહીં બેંગલુરુમાં બરોડાએ બંગાળને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બંગાળની ટીમ 131 રનમાં સમેટાઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાને 3 વિકેટ મળી હતી. ચોથા ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈએ વિદર્ભને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ 221 રનને ચેઝ કરતા 19.2 ઓવરમાં 224 રન બનાવીને જીત મેળવી હતી. દિલ્હીએ ઉત્તર પ્રદેશ 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે UP 174 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી અનુજ રાવતે 33 બોલમાં 73 રન બનાવ્યા હતા. 1. MP Vs સૌરાષ્ટ્ર: વેંકટેશ અય્યરે અણનમ 38 રન બનાવ્યા, 2 વિકેટ પણ લીધી
અલુરમાં મધ્યપ્રદેશે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 173 રન બનાવ્યા હતા. મધ્યપ્રદેશે 174 રનનો ટાર્ગેટ 20મી ઓવરના બીજા બોલે 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. એમપી માટે અર્પિત ગૌરે 29 બોલમાં 42 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 18 બોલમાં 28 રન ઉમેર્યા. વેંકટેશ અય્યર 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. સૌરાષ્ટ્ર માટે ચિરાગ જાનીએ 45 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. બાકીના બેટર્સ 20થી વધુ રન બનાવી શક્યા ન હતા. એમપી માટે વેંકટેશ અય્યર અને આવેશ ખાને 2-2 વિકેટ લીધી હતી. ત્રિપુરેશ સિંહ, શિવમ શુક્લા અને રાહુલ બાથમને એક-એક વિકેટ મળી હતી. 2. બંગાળ Vs બરોડા: શાશ્વત રાવતની ઇનિંગથી બરોડાએ 173 રનનો ટાર્ગેટ આપ્યો
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંગાળે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બરોડાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ઓપનર શાશ્વત રાવતે 26 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. અભિમન્યુ સિંહ રાજપૂતે 34 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું હતું. શિવાલિક સિંહે પણ 24 રન બનાવ્યા હતા. બંગાળ તરફથી મોહમ્મદ શમી, કનિષ્ક સેઠ અને પ્રદિપ્તા પ્રામાણિકે 2-2 વિકેટ લીધી હતી. સક્ષિમ ચૌધરીને એક વિકેટ મળી હતી. જવાબમાં બંગાળની ટીમ 18 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી શાહબાઝ અહેમદે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. બરોડા તરફથી હાર્દિક, મેરીવાલા અને અતિત સેઠે 3-3 વિકેટો લીધી હતી. 3. અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ મેચ
ચોથા ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે 20 ઓવરમાં 221 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અથર્વ તાયડેએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અપૂર્વ વાનખેડે 51 રનની ઇનિંગ રમી હતી અને શુભમ દુબેએ 43 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઓપનર પૃથ્વી શો અને અજિંક્ય રહાણેએ મળીને પ્રથમ વિકેટ માટે 83 રન જોડ્યા હતા. શોએ 26 બોલમાં 49 રન બનાવ્યા હતા. રહાણેએ 45 બોલમાં 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. સૂર્યાંશ શેડગેએ સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. તેણે 12 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 22 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. 4. અનુજ રાવતની તાબડતોડ ઇનિંગ, દિલ્હીએ યુપીને 19 રને હરાવ્યું
​​​​​​​બેંગલુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં યુપીના કેપ્ટન ભુવનેશ્વર કુમારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 193 રન બનાવ્યા હતા. અનુજ રાવતે 33 બોલમાં 73 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તો ઓપનર પ્રિયાંશ આર્યએ 44 રન બનાવ્યા હતા. યશ ધુલે 42 રન કર્યા હતા. યુપી તરફથી નીતિશ રાણા, મોહસીન ખાન અને વિનિત પવારે 1-1 વિકેટ લીધી હતી. 194 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં યુપીએ વિકેટ ગુમાવી હતી. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ કરણ શર્માને બોલ્ડ કર્યો હતો. આ પછી પ્રિયમ ગર્ગે 54 રન બનાવ્યા હતા. જોકે તેના સિવાય કોઈ બેટર્સ કંઈ ખાસ કરી શક્યા નહોતા. સમીર રિઝવીએ 26 રન અને કેપ્ટન ભુવનેશ્વરે 20 રન બનાવ્યા હતા. સ્ટાર બેટર રિંકુ સિંહ પણ નિષ્ફળ ગયો હતો અને માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ ટીમ 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી પ્રિન્સ યાદવે 3 વિકેટ લીધી હતી. તો કેપ્ટન આયુષ બદોની અને સુયશ શર્માને 2-2 વિકેટ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments