TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ બુધવારે લોકસભામાં BJP સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને લેડી કિલર ગણાવ્યા હતા. આ પછી ગૃહમાં હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. ભાજપે બેનર્જીને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. હકીકતમાં, બેનર્જી ગૃહમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાનો નિત્યાનંદ રાય અને સિંધિયાએ અટકાવવાનું શરૂ કર્યું. મામલો કોવિડ સુધી પહોંચ્યો. આ અંગે બંને સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તે સમયે પ્રિસાઇડિંગ ઓફિસર એ. રાજાએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કલ્યાણ બેનર્જી રોકાયા નહીં. સિંધિયાએ કહ્યું કે તમે જાતે જ સમજી શકો છો કે કોના ચહેરા પર મૂંઝવણ છે અને કોના ચહેરા પર સ્મિત છે. આના પર કલ્યાણ બેનર્જીએ કહ્યું, ‘સિંધિયા જી, તમે ખૂબ જ હેન્ડસમ લાગો છે, તેનો અર્થ એ નથી કે તમે હેન્ડસમ માણસ છો, તમે વિલન પણ હોય શકો છો. સિંધિયાએ કહ્યું કે તમે અંગત ટિપ્પણી કરી રહ્યા છો. મારું નામ જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તમે મારા પરિવાર વિશે ખરાબ બોલશો તો હું સહન નહીં કરું.’ વાંચો બંને નેતાઓ વચ્ચેની સમગ્ર ચર્ચા… સિંધિયા- તમે જાતે જ જોઈ શકો છો કે કોના ચહેરા પર મૂંઝવણ છે અને કોના ચહેરા પર સ્મિત છે. બેનર્જી- અરે, સાંભળો… સિંધિયા જી, તમે ખૂબ જ હેન્ડસમ લાગો છે, એનો મતલબ એ નથી કે તમે હેન્ડસમ છો, માણસ વિલન પણ બની શકે છે. તમે બહુ મોટા પરિવારમાંથી છો, તમે અમને નાના કરી દેશો. શું તમને લાગે છે કે જો તમે હેન્ડસમ છો તો તમે જ સર્વસ્વ છો, તમે સિંધિયા પરિવારના છો તો તમે રાજા છો? સિંધિયા: મને તેમની ટિપ્પણી સામે વાંધો છે, તેમણે અંગત ટિપ્પણી કરી છે. જો તમે મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરશો તો હું તેને સહન નહીં કરીશ. સ્પીકર ઓમ બિરલા: સભ્યોએ બિલ પર ચર્ચા કરવી જોઈએ અને એકબીજા પર વ્યક્તિગત ટિપ્પણી કરવી જોઈએ નહીં. બેનર્જી: તેમણે પહેલા મારા પર અંગત રીતે હુમલો કર્યો…હું થોડો નારાજ થયો. તમારે જે જોઈએ તે બોલવું એ તમારી ફરજ છે. તમે ખૂબ જ હેન્ડસમ છો, ખૂબ જ હેન્ડસમ છો, ખૂબ જ હેન્ડસમ છો, તમે લેડી કિલર છો. (આ પછી હોબાળો શરૂ થાય છે) તમે મહારાજાના પરિવારમાંથી છો તેથી તમે જે ઈચ્છો તે કહી શકો છો. સિંધિયાઃ જો તેઓ અહીં આવીને અંગત ટિપ્પણી કરે તો તેમને બોલવા દેવામાં ન આવે, તેમને બોલવા દેવામાં ન આવે. આ પછી સ્પીકરે અડધા કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે TMC સાંસદ બેનર્જીએ સિંધિયાની માફી માગી, પરંતુ સિંધિયાએ કહ્યું કે બેનર્જીએ મહિલાઓની પણ માફી માગવી જોઈએ. બેનર્જી: હું સિંધિયા કે અન્ય કોઈને દુઃખ પહોંચાડવા માગતો ન હતો તેથી હું માફી માગુ છું. સિંધિયા: TMC સાંસદ બેનર્જીએ માફી માગી છે, પરંતુ હું કહેવા માગુ છું કે આપણે બધા દેશના વિકાસમાં યોગદાન આપવાની ઇચ્છા સાથે આ ગૃહમાં આવ્યા છીએ. દરેક વ્યક્તિનું સ્વાભિમાન છે અને તેની સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. તમે અમારી નીતિઓ અને વિચારો પર સવાલ ઉઠાવી શકો છો, પરંતુ વ્યક્તિગત હુમલા ન કરો. તેમણે માફી માગી છે, પરંતુ હું તેમને માફ નહીં કરું કારણ કે તેમણે અંગત ટિપ્પણીઓ કરી છે. તેમણે માત્ર મારું જ નહીં પરંતુ દેશની મહિલાઓનું પણ અપમાન કર્યું છે.