back to top
Homeભારતગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ:મોદી કેબિનેટે 'વન નેશન-વન ઈલેક્શન' બિલને મંજૂરી આપી;...

ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ:મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી; આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે

‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ છે. અગાઉ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે. આ પછી, 100 દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે.’ જો બિલ પસાર થાય તો 2029 સુધીમાં ‘વન નેશન-વન ઈલેક્શન’, 3 પોઈન્ટ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિપોર્ટ સોંપ્યો ‘વન નેશન-વન ઈલેક્શન’ પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે હિતધારકો-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને 191 દિવસના સંશોધન બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કોવિંદ પેનલના 5 સૂચનો… ”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું?
હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969 માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે ‘વન નેશન-વન ઈલેક્શન’ની પરંપરા તૂટી ગઈ. પ્રથમ તબક્કો: 6 રાજ્ય, મતદાનઃ નવેમ્બર 2025માં બીજો તબક્કો: 11 રાજ્ય, મતદાનઃ ડિસેમ્બર 2026માં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments