ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની તિરૂપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણની એલસીબી અને બાલીસણા પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા. બાતમીના આધારે ટાસ્ક ફોર્સ ત્રાટકી
આ બાબતે તિરૂપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રેડ સેન્ડર્સના ડીવાયએસપી એમ.ડી. શરીફે જણાવ્યું હતું કે, એમને ગઈકાલે રાત્રે ઇન્ફર્મેશન મળી હતી. ઉત્તમકુમાર, હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ડર્સના ઈલિગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે. જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે. અમારા લોકલ સોર્સિસથી જાણ થતાં અમે લોકલ પોલીસને જાણ કરી હતી. લોકલ પોલીસની મદદથી અમે ત્રણેયને ડિટેન કર્યા છે. ઈન્ટ્રોગેશન દરમિયાન અંદર 154 રક્તચંદનના લાકડા હતા. 4.5 ટનના આ લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે. અમે પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરૂપતિ લઈ જઈશું. સ્થાનિક પોલીસને સાથે રાખી જથ્થો ઝડપ્યો
આંધ્રપ્રદેશ પોલીસે, પાટણ એલસીબી અને અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70માં તપાસ હાથ ધરી હતી. જેમાં વિપુલ પ્રમાણમાં લાલ ચંદન લાકડાંનો જથ્થો હાથ લાગ્યો હતો. આ અંદાજિત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને કિંમત રૂ. અઢી કરોડ જેટલી ગણાઈ રહી છે. પોલીસે તપાસ કરી છે કે, આ જથ્થો ક્યાંથી આવે છે? કોનો છે? અને અત્યારે હાલ પાટણના બે અને ડીસાના એક શખસ એમ ત્રણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ કરવામાં આવી છે. ફિલ્મ પુષ્પા-2માં રક્તચંદનની ચોરીની વાત
હાલમાં જ રિલીઝ થયેલી પાન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલચંદનની દાણચોરી પર આધારિત છે, જેમાં ફિલ્મનો હીરા-કમ-વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું. આંધ્રપ્રદેશ પોલીસ સવારે ત્રાટકી
કરોડોના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનનાં લાકડાં કબજે કર્યાં હતાં.