એક્ટ્રેસ કુશા કપિલાએ વર્ષ 2023માં તેના પતિ જોરાવર આહલુવાલિયા સાથે છૂટાછેડા લીધા હતા, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ કુશાની માતા રીટા કપિલાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની પુત્રીના છૂટાછેડા અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે પહેલા લોકો તેને ટોણા મારતા હતા, જેના કારણે તે ઘરની બહાર જવામાં ડર લાગતો હતો. ‘બી એ પેરેન્ટ યાર’ શોમાં વાત કરતી વખતે કુશા કપિલાની માતા રીટા કપિલાએ કહ્યું હતું કે, હું હંમેશા મંદિરમાં જાઉં છું, પરંતુ ધીમે-ધીમે નકારાત્મક ટિપ્પણીઓ વધવા લાગી, તેથી મેં ખૂબ વહેલા મંદિર જવાનું શરૂ કરી દીધું, જેથી કોઈ કંઈ બોલે નહીં. પછી મને એક દિવસ એક મહિલાએ કંઈક એવું કહ્યું, જેના કારણે હું ખૂબ ડરી ગઈ અને રડવા લાગી. પછી કુશાના પિતાએ મને પૂછ્યું કે તમે લોકો જે કહે છે તેના પર કેમ ધ્યાન આપો છો અને જેનું નામ હોય લોકો તેની જ વાત કરે છે. કુશાની માતાએ આગળ કહ્યું, પછી જ્યારે હું મંદિર ગઈ તો મહિલાએ મારી માફી માંગી, તો મેં પણ કહ્યું કે કોઈ વાંધો નહીં. હા, શરૂઆતમાં તે ભયાનક હતું, પરંતુ પછી ધીમે ધીમે બધું સારું થઈ ગયું. તે કહે છે, લોકો તો કહેશે, કહેવું એ લોકોનું કામ છે. આજે લોકો કંઈ બોલતા નથી, બધા તેના કામના વખાણ કરે છે. હવે નકારાત્મક વાતો નથી કરતાં. કુશા કપિલાના જણાવ્યા અનુસાર, તે શરૂઆતમાં ખૂબ જ ડરી ગઈ હતી. તેણે વિચાર્યું કે છૂટાછેડા તેની માતાના સામાજિક જીવનને અસર કરશે. તે લોકોને કહેતી હતી કે મહેરબાની કરીને કંઈપણ ટિપ્પણી ન કરો. કુશા અને ઝોરાવરના 2023માં છૂટાછેડા થયા
એક્ટ્રેસ કુશા કપિલાએ 2017માં જોરાવર અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના છ વર્ષ બાદ 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે કુશાએ પોડકાસ્ટમાં તેના છૂટાછેડા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે 2023માં તેણે તેના પતિ જોરાવર અહલુવાલિયાથી છૂટાછેડાના સમાચાર બધાને જણાવવા પડ્યા, કારણ કે એક મીડિયા કંપનીને તેની જાણ થઈ. તે કંપનીએ તેને બે દિવસનો સમય આપ્યો હતો. કુશાનું વર્કફ્રન્ટ
કુશા કપિલા ‘થેન્ક યુ ફોર કમિંગ’, ‘સુખી’, ‘સેલ્ફી’ અને ‘પ્લાન એ પ્લાન બી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.