શુક્રવારે શેરબજારમાં ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો. શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.સવારના સેશનમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ 900 પોઈન્ટ્સ રિકવર થયું છે. નિફ્ટી પણ ફરી 24800ની અતિ મહત્ત્વની સપાટી પર પરત ફર્યો છે.મોર્નિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, હાલ ટેલિકોમ અને ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધી હતી. વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની તેજી તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજારમાં મંદી જોવા મળી.માર્કેટમાં મોટો કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડી 6.5 લાખ કરોડ ઘટી હતી. જો કે, બાદમાં માર્કેટ સુધરતાં રોકાણકારોનુ નુકસાન ઘટી ૩ લાખ કરોડ થયુ હતું.સેન્સેક્સ 843 પોઈન્ટના ઉચાળા સાથે 83133 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 182 પોઈન્ટના ઉછાળા સાથે 24830 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 188 પોઈન્ટના ઉછાળા સાથે 53625 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ડોલર મજબૂત બનતાં રૂપિયોમાં ફરી રેકોર્ડ તળિયું નોંધાયુ હતું. બીજી તરફ ચીન દ્વારા આર્થિક પડકારોને દરૂ કરવા ૧૪ વર્ષ બાદ પ્રથમ વખત મોનેટરી પોલિસીમાં ફેરફારો કરવાની જાહેરાત કરતાં વિદેશી રોકાણકારો ફરી ચીનમાં રોકાણ તરફ ડાયવર્ટ થાય તેવી ભીતિ જોવા મળી છે.ચીન તેની શુષ્ક ઈકોનોમીને રિકવર કરવા આર્થિક પેકેજ અને રાહતો લઈ આવ્યું છે. ચીન વિશ્વનો બીજો સૌથી મોટો મેટલ આયાતકાર હોવાથી મેટલની કિંમતો પર અસર થવાની ભીતિ છે.
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી 5.48% નોંધાયો છે. જે ઓક્ટોબરમાં 5.2% સાથે 14 માસની ટોચે પહોંચ્યો હતો. દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. ગતવર્ષે નવેમ્બર 2023માં રિટેલ ફુગાવો 5.55% નોંધાયો હતો. સતત ત્રીજા માસે રિટેલ ફુગાવાનો દર 5%થી વધુ નોંધાયો છે. ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં 9.04%નોંધાયો છે. જે ઓક્ટોબરમાં 10.87 હતો. જો કે, વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ, લાર્સેન, ટોરેન્ટ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, અદાણી એન્ટર, એસીસી,ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, વોલ્ટાસ,ભારતી ઐરટેલ, સન ફાર્મા, રિલાયન્સ,અદાણી પોર્ટસ, કોટક મહિન્દ્રા બેન્ક, સિપ્લા, બાટા ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો, એચડીએફસી એએમસી, મુથૂટ ફાઈનાન્સ, ટાટા કમ્યુનિકેશન, ભારત ફોર્જ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી 4105 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2173 અને વધનારની સંખ્યા 1818 રહી હતી, 114 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો નહોતો. જ્યારે 239 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 339 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ ( 24830 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઇન્ટના પ્રથમ અને 25088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24707 પોઇન્ટથી 24676 પોઇન્ટ, 24606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ( 53625 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 54008 પોઇન્ટના પ્રથમ અને 54108 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53530 પોઇન્ટથી 53404 પોઇન્ટ,53372 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.54008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ઓબેરોય રિયલ્ટી ( 2125 ) :- ઓબેરોય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2088 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2073ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2147થી રૂ.2155નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…રૂ.2160 ઉપર તેજી તરફી ધ્યાન.
⦁ સન ફાર્મા ( 1814 ) :- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂ.1773ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1833થી રૂ.1840 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ લ્યુપીન લિમિટેડ ( 2084 ) :- ટેકનિકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2108 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2064થી રૂ.2047ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૂ.2130નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ એચસીએલ ટેકનોલોજી ( 1970 ):- રૂ.2003 આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂ.2017ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1944થી રૂ.1920નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2023 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, ફેબુ્રઆરીમાં યોજાનારી આગામી નાણાકીય સમીક્ષા સાથે આગામી નાણાકીય વર્ષમાં નીતિગત વ્યાજ દરમાં ઘટાડો થવાનો કોઈ અવકાશ નથી તેમ માનવું છે. ભારતીય રિઝર્વ બેન્કના નેતૃત્વમાં ફેરફારથી નીતિ દરના વલણ અને સંસ્થાકીય ક્ષમતામાં કોઈ ફરક પડશે નહીં. મોંઘવારી પર RBIના દ્રષ્ટિકોણને કારણે ‘આગામી 13 -14 મહિના’ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવો શક્ય બનશે નહીં. તેમણે નાણાકીય વર્ષ 2025-26માં સરેરાશ ફુગાવો 4.5% રહેવાની આગાહી કરી હતી. આગામી નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સિવાય કોર ફુગાવો 4.5-5%ની વચ્ચે રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે પોલિસી દરોમાં ઘટાડો કરવાનો બહુ ઓછો અવકાશ રહેશે.જો આરબીઆઈ વૃદ્ધિને વેગ આપવા માટે તેના મુખ્ય દરોમાં 0.50%નો ઘટાડો કરે તો પણ તે વૃદ્ધિને મદદ કરવા માટે ‘નિર્ણાયક’ પગલું નહીં હોય.
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે 23 અને 24 ડિસેમ્બરે યોજાનાર છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણા મંત્રીઓને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું. કાઉન્સિલની બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને તેમના આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાશે તેવી શકયતા ચર્ચાઈ રહી છે. લેખક સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.