back to top
Homeદુનિયાપરિવારવાદ:અમેરિકા અને બ્રિટનના રાજકારણમાં પણ પરિવારવાદ, ટ્રમ્પ-સ્ટારમર માટે ફેમિલી ફર્સ્ટ

પરિવારવાદ:અમેરિકા અને બ્રિટનના રાજકારણમાં પણ પરિવારવાદ, ટ્રમ્પ-સ્ટારમર માટે ફેમિલી ફર્સ્ટ

આ વર્ષે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકામાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે શાસક પક્ષ પર પરિવારવાદનો ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે ચૂંટણીઓ બાદ ટ્રમ્પ અને સ્ટામર નિમણૂકોમાં પણ પરિવારવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્રમ્પે તેમની બે પુત્રીઓના સસરા અને પુત્ર જુનિયર ટ્રમ્પની પૂર્વ મંગેતરને મોટી જવાબદારીઓ સોંપી છે. આટલું જ નહીં, 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પે લગભગ 4 વર્ષ સુધી રાષ્ટ્રપતિ જો બાઈડેનને પુત્ર હન્ટર બાઈડેન મુદ્દે ઘેર્યા હતા. ટ્રમ્પે હન્ટર બાઈડેનની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે બુરિસ્મા નામની યુક્રેનિયન ગેસ કંપનીમાં એક બોર્ડ સીટ હતી, જેને 2014થી 2019 સુધી બાઈડેન હન્ટરે સંભાળી હતી. બે કંપનીના બોર્ડમાં ટ્રમ્પ જુનિયર, નીતિઓને પ્રભાવિત કરશે
ટ્રમ્પના કાર્યકાળ પહેલાં જ ટ્રમ્પના મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે બે કંપનીઓના બોર્ડમાં સ્થાન મેળવી લીધું છે. ટ્રમ્પ જુનિયર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પબ્લિક સ્ક્વેર અને ફ્લોરિડા સ્થિત અનયુઝવલ મશીનોના બોર્ડના સભ્ય બન્યા છે, જે ડ્રોનના પાર્ટ્સ બનાવે છે. બ્રિટન: પીએમ સ્ટારમરના 28 મંત્રી એક-બીજાના સંબંધી બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનનો અંત લાવી લેબર પાર્ટીને સત્તામાં લાવનાર કીર સ્ટારમેરે ભાઈ-ભત્રીજાવાદને પણ પ્રોત્સાહન આપ્યું છે. સ્ટારમર કેબિનેટમાં સામેલ 28 મંત્રી લેબર પાર્ટીના નેતાઓનાં બાળકો, સંબંધીઓ છે. આ સંખ્યા સુનકની કેબિનેટમાં સામેલ 11 સંબંધીની સંખ્યા કરતા અઢી ગણી વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments