back to top
Homeભારતભાસ્કર એક્સક્લુઝિવ:પંડવાણી ગાયિકા તીજન બાઈ 2 વર્ષથી લકવાગ્રસ્ત, 8 મહિનાથી પેન્શન નહીં,...

ભાસ્કર એક્સક્લુઝિવ:પંડવાણી ગાયિકા તીજન બાઈ 2 વર્ષથી લકવાગ્રસ્ત, 8 મહિનાથી પેન્શન નહીં, સારવાર માટે 88 હજાર રૂપિયા માગ્યા પણ ન મળ્યા

‘હું તીજન બાઈ પદ્મ વિભૂષણ, બે વર્ષથી લકવાગ્રસ્ત છું. મેં બીમારીની સારવાર માટે 88 હજાર રૂપિયા અને પેન્શન માટે સંસ્કૃતિ વિભાગમાં અરજી કરી છે પણ આજ સુધી મને કોઈ સહાય મળી નથી. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે મને સહાય અને પેન્શન મળે. આ અરજી 10 ડિસેમ્બરે તીજન બાઈએ સંસ્કૃતિ વિભાગ રાયપુરના આસિસ્ટન્ટ ગ્રેડ-2 રોબર્ટસન દાસને કરી હતી. પંડવાણી ગાઈને છત્તીસગઢ અને ભારતને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવનાર તીજન બે વર્ષથી પથારીવશ છે. લોકગાયિકા તીજનબાઈની અરજી 88 દિવસ છતાં દુર્ગથી 40 કિમી દૂર રાયપુર પહોંચી નથી
હું છત્તીસગઢની પંડવાણી લોકગાયિકા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ શ્રીમતી તીજન બાઈ, ઉંમર 78, ગામ ગણિયારી, જિલ્લો દુર્ગ. હું છેલ્લાં 2 વર્ષથી ગંભીર રીતે બીમાર અને લકવાગ્રસ્ત છું. ડાયાબિટીસ અને અન્ય બીમારીથી પીડિત છું. હું ચાલવામાં અસમર્થ છું… તબિયત ખરાબ હોવાને કારણે હું સ્ટેજ પર ગાવામાં અસમર્થ છું. જેના કારણે હું ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છું. પરિવાર, દિલ્હી (સંગીત નાટક એકેડમી) અને કલાકારોના સહયોગથી મુશ્કેલી સાથે સારવાર થઈ રહી છે. હાલમાં મારા પુત્રના મૃત્યુ પછી હું મારા જમાઈ (પુત્રીનું મૃત્યુ) પર નિર્ભર છું. તેમની બચત પણ સારવારમાં ખર્ચવામાં આવી છે તેથી હું તમને નમ્ર વિનંતી કરું છું કે મારા જીવનનિર્વાહ અને સારવાર માટે કલાકારોને આપવામાં આવતી માસિક સહાય મંજૂર કરો. છત્તીસગઢ સંસ્કૃતિ વિભાગ તરફથી જરૂરિયાતમંદ લોકકલાકારોને 2,000 રૂપિયા માસ પેન્શન અને સારવાર માટે 25થી 50 હજાર રૂપિયાની જોગવાઈ છે. પરિવારે 13 સપ્ટેમ્બરે અરજી કરી છે પરંતુ તે હજુ સુધી વિભાગ સુધી પહોંચી નથી. -રોબર્ટસન દાસ, સંસ્કૃતિ વિભાગના સહાયક ગ્રેડ-2, રાયપુર. તીજન બાઈનું પેન્શન સતત જાય છે, પરંતુ ખાતામાં કોઈ સમસ્યા છે. ઉકેલ લાવીશું.- ઋચા પ્રકાશ ચૌધરી, કલેક્ટર દુર્ગ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments