વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં છે. તેઓ 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી અરેલ ઘાટ પહોંચ્યા, પછી નિષાદરાજ ક્રૂઝમાં બેસીને સંગમ કિનારે પહોંચ્યા. ઋષિ-મુનિઓને મળ્યા બાદ સંગમ સ્થાને 30 મિનિટ સુધી ગંગાની પૂજા કરી. PMએ મહાકુંભની સફળતા માટે કળશનું સ્થાપન કર્યું. ચુંદડી અને દૂધ ગંગાને અર્પણ કરવામાં આવ્યું. આ પછી અક્ષયવટની પરિક્રમા કરી. આ દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ અને સીએમ યોગી પણ સાથે જોવા છે. પીએમ અહીં મહાકુંભ-2025 માટેના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે. મોદી ભારદ્વાજ આશ્રમ, શૃંગવરપુર ધામ, અક્ષયવટ, હનુમાન મંદિર કોરિડોર સહિત 7 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમનાં કાર્યક્રમમાં એક મોટો ફેરફાર થયો છે. મોદી હવે શ્રૃંગવેરપુર ધામ જશે નહીં. અઢી કલાકના પ્રવાસમાં પીએમ વર્ચ્યુઅલી શ્રૃંગવેરપુર ધામમાં બનેલી 51 ફૂટ ઊંચી શ્રીરામ અને નિષાદરાજની પ્રતિમાનું ઇનોગ્રેશન કરશે. PMની મુલાકાત સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ વાંચો…