back to top
Homeગુજરાતવડોદરા RTOમાં ભાસ્કરે કર્યો એજન્ટરાજનો પર્દાફાશ:પૈસા આપો એટલે ફોર્મ ભરવાથી લઈ ટ્રાયલ...

વડોદરા RTOમાં ભાસ્કરે કર્યો એજન્ટરાજનો પર્દાફાશ:પૈસા આપો એટલે ફોર્મ ભરવાથી લઈ ટ્રાયલ માટે વાહનની વ્યવસ્થા કરી આપે, ભાવતાલ કરતા એજન્ટો કેમેરામાં કેદ થયા

રાજ્યની RTO કચેરીમાં એજન્ટરાજ નાબૂદ થઈ ગયાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે. પરંતુ, આ દાવાથી વિપરીત વડોદરા RTOમાં એજન્ટો બેરોકટોક ફરી અરજદારોને ખંખેરતા હોવાનું સામે આવ્યું છે. લોકોના હિતમાં ભાસ્કરે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં કેટલાક એજન્ટો અરજદારો અને રિપોર્ટર સાથે RTOની વિવિધ સેવા માટે ભાવતાલ કરતા કેમેરામાં કેદ થયા હતા. એજન્ટોને પૈસા આપો એટલે ફોર્મ ભરવાથી લઈ ટ્રાયલ માટે વાહનની વ્યવસ્થા કરી દેતા હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવીંગ ટ્રેક નજીક જ એજન્ટના આંટાફેરા
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરામા વર્ષો બાદ પણ એજન્ટ રાજ જૉવા મળી રહ્યુ છે. દિવ્ય ભાસ્કરે આરટીઓ પરિસરમાં જ્યા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે તે ટ્રેકના 50 મીટરની સામે જ સ્ટિંગ દ્વાર એજન્ટ રાજનો પર્દાફાશ કાર્યો છે. જેમાં અરજદાર આરટીઓમાં પ્રવેશે ત્યારે તાત્કાલીક જ તેને સામેથી એજન્ટ દ્વારા પૂછવામાં આવે છે. અહીંયાં લાઇસન્સ રિન્યુ, ટેસ્ટ ટ્રેક ડ્રાઈવ માટે વાહન, લાઇસન્સ રિન્યુઅલ, લાઇસન્સ પૂર્ણ થયુ હૉય તો તેની પ્રોસેસ સાથે દોઢ ગણો કે બમણો ચાર્જ વસૂલ કરવામા આવે છે. અલગ અલગ સેવાના અલગ અલગ ભાવ બતાવ્યા
હાલમાં ટુ વ્હીલરના નવા લાયસન્સ માટે 900 રૂપિયા અને રીન્યુઅલ માટે 1050 ફી નક્કી થયેલ હૉય છે. જેની સામે તેઓ 1400થી 1600 વસૂલે છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે 1350 રૂપીયા નક્કી કરાયેલ છે જેનાં બદલામાં આવાં એજન્ટો 2000 રૂપીયા સુઘી ચાર્જ વસૂલે છે. જો તમારું લાઇસન્સની અવધી પૂર્ણ થઈ ગઇ હોય તો એક વર્ષના ટેસ્ટ વગર રીન્યુ થઈ શકે છે અને વધું સમય થાય તો તેનાં માટે ટેસ્ટ ડ્રાઇવ આપવી પડે છે. જેનો ચાર્જ કુલ 1150 છે જેની સામે રૂપિયા 2500 વસૂલવામાં આવે છે. પ્રજાના હિત માટે દિવ્ય ભાસ્કર આવાં તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને અરજદારો પોતાની મજબૂરીમાં રૂપિયા ન આપે તે માટે જાતે પ્રોસેસ કરે તેવી લાગણી સાથે આ આખુ સ્ટિંગ કરવામા આવ્યુ છે. આ અંગે અમે સૌપ્રથમ એક એજન્ટને મળ્યા કે, જેઓ એક અરજદાર સાથે રકઝક કરતાં નજરે પડ્યા હતા. જેમાં આ અરજદાર પોતે વાહન ન હોવાથી તે ટુ વ્હીલરની જરૂરિયાત ઊભી થતા જ એજન્ટો રૂપિયા 150 થી 200 વસૂલી ટેસ્ટ માટે આપે છે અને જૉ તમારી પાસે ફોર વ્હીલર ન હોઈ તો રૂપિયા 500 થી 700 વસૂલવામાં આવે છે. પ્રથમ એજન્ટ સાથે વાતચીતના અંશો રિપોર્ટર: શું અહીંયાં ટેસ્ટ આપવા માટે ફોર વ્હીલર મડી જશે? એજન્ટ: હા, ઇકો મળી જશે રિપોર્ટર: કેટલું ભાડું હૉય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર? એજન્ટ: ટુ વ્હીલરના 100 રૂપિયા અને ફોર વ્હીલરના 500 રૂપિયા બીજા એજન્ટ સાથેની વાતચીત રિપોર્ટર: મારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર લાઇસન્સ કઢાવવું છે તો કેટલાં રૂપિયા થશે? એજન્ટ: ટેસ્ટ તમારે આપવો પડશે, ટુ વ્હીલર ફોરવીલરના કુલ 1850 રૂપિયા થશે રિપોર્ટર: માત્ર ટુ વ્હીલર કેટલાં થશે? એજન્ટ: ટુ વ્હીલર માટે 1350 થશે તમારે ગાડી લાવવી પડશે. આધારકાર્ડ આપી દો ફોર્મ ભરી દઉં છું, મારો નંબર લઇ લો. રિપોર્ટર: ગાડી ન હોય તો શુ કરવાનું? એજન્ટ : કંઈ વાંધો નઇ, ટેસ્ટ આપવાનો અહીંયાથી અમે 1 વાગે આપીશું, તેનું ભાડું 600 રૂપિયા રહેશે અને બાઇક જોઈતી હોય તો ખાલી 100 રૂપિયામાં અપાવી દઈશ. આમ વર્ષો પહેલાં આરટીઓ વિભાગમા ચાલતી એજન્ટ રાજની પ્રથા આજે પણ જોવા મળી રહીં છે. સરકારે બધીજ સેવા ફેસલેસ કરી છે, છતા પણ અરજદારોની મજબૂરીનો ફાયદો આવાં એજન્ટો ઉઠાવતા હૉય છે. આવા તત્વો હવે આરટીઓ અધિકારીની ઓફિસ પાછળ જ ઉભા રહી અખો દિવસ અરજદારો સાથે સોદા કરે છે. ત્યારે સવાલ એ થાય કે, આરટીઓ અધિકારી, સ્ટાફ અને સિક્યુરિટીને આ એજન્ટો કેમ દેખાતા નથી? 2019માં જ એજન્ટપ્રથા બંધ કરાઈ હતી
2019માં રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં ચાલતી એજન્ટપ્રથા સામે લાલઆંખ કરીને તેને બંધ કરાવવાનો આદેશ કર્યો હતો. તાજેતરમાં અમદાવાદમાં જો કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ એટલે કે એજન્ટ RTO કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં લોકોને ઊભા રાખીને તેમની સાથે RTO સંબંધિત કોઈપણ પ્રકારની કામગીરી કરતા દેખાશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. RTO કચેરીની ફરિયાદથી તે અનઅધિકૃત વ્યક્તિ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી થશે, જેમાં છ મહિનાની સજા અથવા ₹2500નો દંડ અથવા તો કોઈ સંજોગોમાં બંને સજા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments