હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર માટે ખાસ ઠંડીનો યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. સતત બે દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીને પગલે નલિયામાં બે દિવસ અને રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે ત્યારે હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં સામાન્ય કરતાં 4.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને ગત રાત્રે રાજકોટનું લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 9થી 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતાઓ છે. 5થી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડી વધી શકે છે એટલે કોલ્ડ વેવથી બચવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે. 7.8 ડિગ્રી સાથે નલિયા ગઈકાલે ઠંડુંગાર રહ્યું
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગઈકાલે વધુ એકવાર નલિયામાં રેકર્ડ થઈ છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા હતા. નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સરખામણીમાં આજે 2.8 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. રાજકોટમાં કડકડતી ઠંડીનું કારણ શું?
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે, રાજકોટમાં જે પ્રકારે સતત બે દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવનો આવી રહ્યા છે. સામાન્ય રીતે પવન ઘડીયાળની ઉલટી દિશામાં ફરીને ઉત્તરથી ગુજરાત તરફ આવતા હોય છે પરંતુ હાલમાં પવનની દિશા સીધી ઉત્તર તરફથી આવી રહી છે અને ઉત્તર ભારતમાં હાલમાં હિમવર્ષા થઈ રહી છે જેથી હિમવર્ષાના 48 કલાકમાં ગુજરાત સુધી તેની ઠંડીની અસરો આવે છે. ત્યારે સતત 4થી 5 દિવસથી જે પ્રકારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે તેના સીધા પવનો ગુજરાત તરફ આવે છે અને ખાસ કરીને કચ્છ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આ સીધા પવનોની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે હજુ પણ આગામી 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. ખાસ કરીને રાજકોટમાં સતત બીજા દિવસે રહી છે. તેનું કારણ છે કે, ઉત્તર તરફથી આવતા પવનોની ગતિ ત્યાં ધીમી થવાથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સામાન્ય કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં વિવિધ સેન્ટરો પર ગઈકાલે નોંધાયેલું લઘુતમ તાપમાન