વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. દરમિયાન, ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં માત્ર ત્રણ ભારતીય સ્ટાર્સ સામેલ છે, જેમાં ટીવી એક્ટ્રેસ હિના ખાન, પવન કલ્યાણ અને નિમરત કૌરનું નામ સામેલ છે. હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર 2024ની ટોપ સર્ચ લિસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સાથે જ એક ઈમોશનલ નોટ પણ લખી હતી. તેણે લખ્યું, આ એચિવમેન્ટ માટે ઘણા લોકો મને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ સાચું કહું તો મારા માટે આ ન તો કોઈ એચિવમેન્ટ છે અને ન તો ગર્વ કરવા જેવી વાત છે. કોઈની સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા વિવાદોને કારણે ઓનલાઈન સર્ચ થવું એ કોઈ એચિવમેન્ટ નથી. હું મારી મહેનત અને સિદ્ધિઓ માટે ઓળખાવા માંગુ છું અને અન્ય કોઈ કારણોસર નહીં. સર્ચ લિસ્ટમાં પવન કલ્યાણ બીજા સ્થાને
પવન કલ્યાણ 2024ની ગૂગલની ગ્લોબલ સર્ચ લિસ્ટમાં બીજા સ્થાને છે. એક્ટર તેલુગુ સિનેમામાં તેના શાનદાર અભિનય માટે જાણીતો છે. તે માત્ર એક્ટર જ નથી પરંતુ રાજકારણી પણ છે. વર્ષ 2024માં તે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બન્યા. હિના ખાન પાંચમા નંબરે
હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’ જેવા શોમાં કામ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં એક્ટ્રેસને તેના બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી આપી હતી. જો કે, હિના પોતાની બીમારી સામે પૂરી હિંમતથી લડી રહી છે અને દરરોજ પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરે છે. નિમરત કૌર આ યાદીમાં આઠમા નંબરે
ગુગલની ગ્લોબલ સર્ચ લિસ્ટમાં એક્ટ્રેસ નિમરત કૌર 8મા નંબર પર છે. તે ‘ધ લંચબોક્સ’, ‘દસવી’ અને ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મો સિવાય આ વર્ષે એક્ટ્રેસ અભિષેક બચ્ચન સાથેના અફેરના સમાચારોને કારણે સૌથી વધુ ચર્ચામાં રહી હતી.