અમેરિકન પુરુષ તેમના જીવનના સરેરાશ 12.4 વર્ષ બીમારી સાથે વિતાવે છે. આ આંકડો 2000માં 10.9 વર્ષ હતો, જે હવે વધીને 12.4 વર્ષ થયો. જે વૈશ્વિક સરેરાશ કરતાં 29 ટકા વધુ છે. અમેરિકન મેડિકલ એસોસિએશનની નવા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. મહિલાઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર છે.
અમેરિકન મહિલાઓ જીવનકાળ દરમિયાન સરેરાશ 13.7 વર્ષ બીમાર રહે છે. જે વૈશ્વિક સરેરાશ કરતા 32 ટકા વધુ છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ 1.3 વર્ષ વધુ બીમાર રહે છે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય-આયુષ્યના અંતરમાં પણ વધારો થયો છે. 2000માં તે 8.5 વર્ષ હતું, જે હવે 2024માં 9.6 વર્ષ થશે. જોકે, આ તફાવત અમેરિકામાં સૌથી વધુ છે. અમેરિકામાં માનસિક અને ડ્રગ-સંબંધિત સમસ્યાઓ, તેમજ મસ્ક્યુલોસ્કેલેટલ બીમારીઓ (જેમ કે સંધિવા અને પીઠનો દુખાવો) મૃત્યુદરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાના લોકો 12.1 વર્ષ, ન્યુઝીલેન્ડના લોકો 11.8 વર્ષ, બ્રિટનના લોકો 11.3 વર્ષ, નોર્વેના લોકો 11.2 વર્ષ અને લેસોથોના લોકો 6.5 વર્ષ બીમારી સાથે જીવે છે. મહિલાઓનું આયુષ્ય 79.2થી વધીને 80.7 વર્ષ
રિપોર્ટમાં દાવો કરાયો છે કે જેમ જેમ આયુષ્ય વધી રહ્યું છે તેમ તેમ આરોગ્યકાળ (એટલે કે તંદુરસ્ત જીવનના વર્ષો) અને આયુષ્ય વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. અમેરિકન મહિલાઓનું આયુષ્ય 79.2 વર્ષથી વધીને 80.7 વર્ષ થયું છે.