શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘કલ હો ના હો’ અને ‘કરિશ્મા કા કરિશ્મા’ જેવા ટીવી શોમાં જોવા મળેલી ઝનક શુક્લાએ લગ્ન કરી લીધા છે. લાંબા સમય સુધી બોયફ્રેન્ડ સ્વપ્નિલ સૂર્યવંશીને ડેટ કર્યા બાદ સાત ફેરા લીધા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. ઝનક શુક્લાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે લાલ સાડી સાથે દુલ્હનના લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સ્વપ્નિલ સૂર્યવંશીએ સફેદ કલરની શેરવાની અને લાલ સાફો પહેર્યો છે. કોણ છે સ્વપ્નિલ સૂર્યવંશી?
સ્વપ્નિલ સૂર્યવંશી મિકેનિકલ એન્જિનિયર છે અને MBA લાયકાત ધરાવે છે. જો કે તે હેલ્થ અને ફિટનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તે ACSM સર્ટિફાઈડ પર્સનલ ટ્રેનર અને લાઈફસ્ટાઈલ એક્સપર્ટ છે. ઝનકના વર્કફ્રન્ટ વિશે
ઝનક શુક્લા ફેમસ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર હરિલ શુક્લા અને એક્ટ્રેસ સુપ્રિયા શુક્લાની પુત્રી છે. ઝનક બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટીવી શો ‘કરિશ્મા કા કરિશ્મા’માં રોબોટની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય ‘કલ હો ના હો’ ફિલ્મમાં જયા બચ્ચનની દત્તક પુત્રી જિયા કપૂરની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં તેણે ‘સોનપરી’, ‘હાતિમ’ અને ‘ગુમરાહ’ના ઘણા એપિસોડમાં પણ કામ કર્યું છે. વર્ષ 2006માં ઝનકે ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. હવે ઝનક આર્કિયોલોજિસ્ટ અને લાઈફસ્ટાઈલ બ્લોગર છે. ઝનકે અચાનક એક્ટિંગ કેમ છોડી દીધી?
હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઝનકે કહ્યું હતું કે તેને અહેસાસ થયો છે કે તેને એક્ટિંગમાં રસ નથી. તેણે કહ્યું, મેં ક્યારેય જાણી જોઈને એક્ટિંગ નથી છોડી, બધું આપોઆપ થયું. હું બાળ કલાકાર હતી, પરંતુ ક્યારેક મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે અત્યારે મારે મારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ અને જો હું ઈચ્છું તો હું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી એક્ટિંગ શરૂ કરી શકું, તેથી મેં તે સમયે અભ્યાસ કરવાનું વિચાર્યું. મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધીમાં મને સમજાયું કે મને એક્ટિંગમાં કોઈ રસ નથી.