back to top
Homeમનોરંજનજેલથી ઘેર પહોંચ્યો અલ્લુ અર્જુન VIDEO:પત્ની અને બાળકો ભેંટી પડ્યાં, વડીલોની આંખો...

જેલથી ઘેર પહોંચ્યો અલ્લુ અર્જુન VIDEO:પત્ની અને બાળકો ભેંટી પડ્યાં, વડીલોની આંખો પણ છલકાઈ, ઘર પર સ્ટાર્સનો જમાવડો, ભાવુક અંદાજમાં ફેન્સનો આભાર માન્યો

પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનના ઘરમાં શનિવારે ઉજવણીનો માહોલ જોવા મળ્યો.જેલથી ઘરે પરત ફરતાં જ ઘરમાં ભાવુક દૃશ્યો સર્જાયાં. પતિને જોઈ પત્ની સ્નેહા રડી પડી હતી અને અલ્લુને ભેંટી પડી. જ્યારે બાળકો અલ્લુ અયાન અને અલ્લુ અરહા ખુશીથી દોડી પિતાને ભેંટી પડ્યાં હતાં. વડીલોએ પણ ઘરના ગેટ પર જ અલ્લુની નજર ઉતારી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. પરિવાર સાથે મુલાકાત બાદ એક્ટરે ફેન્સના સપોર્ટ અને પ્રેમ બદલ તેમનો આભાર માન્યો હતો. સાથે જ કેસ વિશે ટિપ્પણી કરવાની ના પાડી હતી. ઘરે પરત આવ્યા બાદ સાઉથના ઘણા સુપરસ્ટાર્સ અને ડિરેક્ટર્સ અલ્લુને મળવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે, સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે અલ્લુની ધરપકડ થઈ ગતી. એ પછી સેશન્સ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. આખરે હાઈકોર્ટથી વચગાળા જામીન મળતાં એક્ટરેને રાહત મળી છે. કસ્ટડીમાં રાત વિતાવી ઘરે પહોંચ્યા બાદ થયેલાં સ્વાગતનો વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments