back to top
Homeગુજરાતટ્રેનના AC કોચમાંથી 7 મુસાફરનો સામાન ચોરાયો:રાજસ્થાનથી સુરત આવતી અરવલ્લી એક્સપ્રેસની ઘટના,...

ટ્રેનના AC કોચમાંથી 7 મુસાફરનો સામાન ચોરાયો:રાજસ્થાનથી સુરત આવતી અરવલ્લી એક્સપ્રેસની ઘટના, RPFએ ફરિયાદ ન નોંધી; 2500ની ટિકિટ છતા સેફ્ટીની કોઈ ખાતરી નહીં

સુરતના મુસાફરો અરવલ્લી એકસપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા, તે સમયે રાજસ્થાન વિસ્તારના રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાંથી છ યુવતી સહિત સાત મુસાફરનો સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી. ટિકિટના 2500 રૂપિયા ચૂકવ્યાં બાદ પણ સામાન સલામત ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે, આરપીએફ જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી. સામાનની ચોરી થતાં હોબાળો થયો
આ અંગે સુરતના રિશીવિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલ રાજેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો, ત્યારે સવારે સાડા સાત વાગ્યે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રિંગસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે એ 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે, કોચમાં બેસેલી છ યુવતીનો સામાન ચોરી થઈ ગયો હતો. મેં મારો સામાન ચેક કર્યો તો મારો સામાન પણ ચોરી થયો હતો. RPFના જવાનોએ કલાક સુઘી ફરિયાદ ન લીધીઃ રાજેન્દ્રભાઈ
ત્યારબાદ પેસેન્જરે ચેન પુલિંગ કરી હતી, જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા. આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભાજોડી પર ઉતરી ગયા હતાં અને ટ્રેન જવા દો તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન ઉપર કરી દો એવું કહ્યું હતું. પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો, તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ‘આરપીએફની કામગીરી ખૂબ જ નબળી’
બાદમાં જીઆરપીનો જવાન દોડી આવ્યો હતો અને તેઓ જણાવ્યું હતું કે, અમે એક વ્યક્તિને પકડ્યો છે, જેની પાસેથી 3 બેગ મળ્યા છે. ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા. અમે ત્યાં એફઆઇઆર કરી હતી, જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી. તેમણે ફરિયાદ લેવાના બદલે અમારી જોડે માત્ર જીભાજોડી કરીને ટાઈમ વેસ્ટ કર્યો હતો, જ્યારે જીઆરપીએ એક જ કલાકમાં ચોરને પકડી પડ્યો હતો. ટ્રેનમાં મુસાફરોના સામાનની સલામતીને લઈ સવાલો
આ સમગ્ર ઘટનામાં રેલવેની ખૂબ બેદરકારી સામે આવી હતી, જ્યારે એક વ્યક્તિ 2500 રૂપિયાથી વધુની ટિકિટ લઈ સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય એ છતાં એની કોઈ સેફ્ટી હોતી નથી. મુસાફરો અને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખબર પડે છે કે ચોર પકડાઈ ગયો. કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય છે તે પણ એક વિચારવાની વાત છે. મહિલાઓની સલામતીને લઈને સવાલો ઉદ્દભવ્યાં
એક તરફ રેલવે વિભાગ મહિલા સુરક્ષા બાબતે વાત કરે છે, તો બીજી તરફ છથી વધુ મહિલાઓના સામાન ચોરી થવાની ઘટના સામે આવી છે. આ રેલવે વિભાગ સામે એક મોટો સવાલ છે. આરપીએફના જવાનોનું વર્તન પણ આ ઘટનામાં સામે આવ્યું છે. બીજી તરફ રેલવેમાં આવતા એટેન્ડેન્ટ કેટલા અંશે વિશ્વાસનીય હોય છે તે પણ એક સવાલ છે. કારણ કે, રાત્રિ દરમિયાનની મુસાફરીમાં કોચની અંદર એટેન્ડન્ટ અવરજવર કરતા હોય છે કે બહાર બેઠેલા હોય છે. તો શું રેલવે પ્રશાસન દ્વારા આ એટેન્ડેન્ટ સ્ટાફની તપાસ કરવામાં આવે છે કે નહિ તે પણ એક સવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments