back to top
Homeગુજરાતનકલી માર્કશીટથી યુનિ.માં પ્રવેશ મેળવવાનું રેકેટ:મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી નર્મદ...

નકલી માર્કશીટથી યુનિ.માં પ્રવેશ મેળવવાનું રેકેટ:મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટોથી નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો તો ત્રીજાએ B.Com.માં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો. યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી. કેસ 1 : નીટનું રિઝલ્ટ સાચું પણ તે મેળવવા NIOSની બોગસ માર્કશીટ વિદ્યાર્થીએ NIOSની ધો.12ની બોગસ માર્કશીટથી એનટીએની નીટ આપી હતી. જે સ્કોરથી જ ભરૂચની મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ MBBSનો 2 વર્ષનો અભ્યાસ કરી લીધો. બાદમાં યુનિવર્સિટીએ ખરાઈ કરાઈ કરી તો ભાંડો ફૂટ્યો ને પ્રવેશ રદ કરાયો. કેસ 2 : LLB પૂર્ણ કરી સનદ લેવા જતા ભાંડો ફૂટ્યો, પછી 15 પકડાયા રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીથી બે વિદ્યાર્થીઓએ LLBમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સનદ મેળવવા જતા મામલો બહાર આવ્યો. જેથી યુનિવર્સિટીએ શ્રીધર યુનિ.થી આવનારા વિદ્યાર્થીઓની તપાસ કરી તો 15 બોગસ પકડાયા. કેસ 3 : B.Com.નો પ્રવેશ રદ ન થાય તે માટે અન્ય યુનિ.નો બોગસ લેટર બનાવ્યો એકે તમિલનાડુ બોર્ડની બોગસ માર્કશીટથી B.Com.માં પ્રવેશ લીધો. બોર્ડેને પૂછતાં માર્કશીટ બોગસ હોવાનું કહ્યું. યુનિ.ને ફરીથી એક લેટર મળ્યો કે માર્કશીટ સાચી છે. યુનિવર્સિટી ફરી પૂછ્યું તો જવાબ આવ્યો અમે બીજો લેટર મોકલ્યો નથી. દર વર્ષે અન્ય બોર્ડ અને યુનિવર્સિટીના 7 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે યુનિવર્સિટીના એક અધિકારી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. જેમાંથી લગભગ 6થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફેકેશન થઇ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાની યુનિવર્સિટી સાથે માર્કશિટનું વેરિફેકશન કરવામાં આવતું હોય છે. નર્મદ યુનિ.માં સબમીટ કરાયેલા અન્ય રાજ્યોના બોર્ડ તથા યુનિવર્સિટીઓના બોગસ સર્ટિફિકેટ-માર્કશીટ આવી બોગસ માર્કશીટ-ડિગ્રી વીર નર્મદ યુનિવર્સિટીમાં રજૂ કરી પ્રવેશ મેળવી લેવાયા હતા. નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવી બોગસ માર્કશીટ-સર્ટિફિકેટ રજૂ કરીને વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ અભ્યાસ શરૂ કરી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments