‘પુષ્પા-2’ એક્ટર અલ્લુ અર્જુનને શનિવારે સવારે લગભગ 6.30 વાગ્યે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી તેને લેવા જેલ પહોંચ્યા હતા. અલ્લુ લગભગ 18 કલાક સુધી કસ્ટડીમાં રહ્યો. રિલીઝ થયા બાદ અલ્લુ ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચી ગયો. આ પછી અલ્લુ લગભગ 9 વાગે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો. ઘરે એક્ટરની નજર ઉતારવામાં આવી ત્યારબાદ માતાને ગળે લગાવી અંદર ગયો. પરિવારના સભ્યોને મળ્યા. જે બાદ તે ફરી બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી. રિલીઝ પછી અલ્લુની પહેલી પ્રતિક્રિયા… પ્રેમ અને સમર્થન માટે હું તમામ ચાહકોનો આભાર માનું છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું! હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું ફરી એકવાર પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તે એક કમનસીબ ઘટના હતી. જે થયું તેના માટે અમે દિલગીર છીએ. હવે જુઓ જેલમાંથી બહાર આવવાની પહેલી તસવીર અલ્લુની 13મી ડિસેમ્બરે બપોરે ધરપકડ કરવામાં આવી હતી, સાંજ સુધીમાં જામીન મળી ગયા હતા
અલ્લુની પોલીસે 13 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે તે 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં ‘પુષ્પા-2’ના પ્રીમિયર દરમિયાન કોઈ જાણ કર્યા વિના સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા. જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ધરપકડ બાદ તેને 4 વાગ્યે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અલ્લુએ તેલંગાણા હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અપીલ કરી હતી. સાંજે 5 વાગ્યે તેને રૂ. 50 હજારના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. દરમિયાન અલ્લુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને વર્ગ-1ની બેરેકમાં રાખવામાં આવ્યો હતો. એવી અપેક્ષા હતી કે અલ્લુ શુક્રવારે રાત્રે જ મુક્ત થશે પરંતુ એવું થયું નહીં. જેલ પ્રશાસને કહ્યું હતું કે કોર્ટના આદેશની નકલ મળી નથી. અલ્લુના વકીલે કહ્યું- અલ્લુ અર્જુનને હવે મુક્ત કરવામાં આવ્યો છે. જેલ પ્રશાસનને હાઈકોર્ટના આદેશની નકલ આપવામાં આવી હતી, પરંતુ તેને અગાઉ મુક્ત કરવામાં આવ્યો ન હતો. આ ગેરકાયદેસર અટકાયત છે, અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જેલ પ્રશાસનને જવાબ આપવો પડશે. અલ્લુએ કહ્યું હતું- પોલીસે તેને નાસ્તો પણ કરવા દીધો ન હતો.
શુક્રવારે અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત સામે વાંધો ઉઠાવ્યો હતો. અભિનેતાએ દાવો કર્યો હતો કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. કપડાં બદલવાની પણ છૂટ નથી. અલ્લુનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આવામાં તેઓ ઘરમાંથી નીચે ઉતરીને પાર્કિંગમાં આવે છે. ત્યાં તેનો નોકર દોડતો આવે છે અને ચા-પાણી આપે છે. વીડિયોમાં તે ચા પીતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની સ્નેહા રેડ્ડી જોવા મળે છે. અલ્લુ તેની પત્નીને સમજાવે છે. આ પછી પોલીસ તેમને પોતાની સાથે લઈ જાય છે. BNS ની કલમ 105, 118 (1) હેઠળ અલ્લુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
પોલીસે આ પહેલા અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પછી તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને મેડિકલ ચેકઅપ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સસરા કાંચરલા ચંદ્રશેખર રેડ્ડી હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન વિરુદ્ધ BNSની કલમ 105, 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ બિનજામીનપાત્ર કલમ છે. અલ્લુના પર્સનલ બોડીગાર્ડ સંતોષની પણ પોલીસે ધરપકડ કરી છે. હાઈકોર્ટમાં અલ્લુના વકીલ શોકા રેડ્ડીએ પોતાના બચાવમાં શાહરૂખની ફિલ્મ રઈસ કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ‘ગુજરાતમાં એક પ્રમોશન દરમિયાન ખાને ભીડ પર ટી-શર્ટ ફેંકી હતી. આ પછી નાસભાગ મચી ગઈ હતી. આ કેસમાં અભિનેતા પર દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શાહરૂખને રાહત આપી છે. અલ્લુની ધરપકડ પર વરુણ ધવને કહ્યું, ‘એક્ટર બધું પોતાના પર લઈ શકતો નથી. જેઓ આપણી આસપાસ છે તેમને આપણે સમજાવી શકીએ છીએ. આ જે અકસ્માત થયો છે તે ખૂબ જ દર્દનાક છે. હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આપણે ફક્ત એક વ્યક્તિને દોષ આપી શકીએ નહીં. અલ્લુ અર્જુનની ધરપકડના સમયના 3 ફોટા મૃતકના પતિએ કહ્યું- નાસભાગ માટે અલ્લુ જવાબદાર નથી
મૃતક રેવતીના પતિ ભાસ્કરે કહ્યું હતું કે તેમને અલ્લુ અર્જુનની ધરપકડ અંગે કોઈ માહિતી નથી. હું કેસ પાછો ખેંચવા માંગુ છું. નાસભાગ માટે અલ્લુની સીધી જવાબદારી નથી. તે તેની પત્ની અને બાળકોને પ્રિમિયર શો જોવા માટે લઈ ગયો હતો. અચાનક અલ્લુ અર્જુનને જોવા માટે લોકો આગળ વધ્યા. તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. થિયેટર મેનેજમેન્ટે કહ્યું- પોલીસને અલ્લુ ફિલ્મના પ્રીમિયરમાં આવવાની જાણ કરવામાં આવી હતી.
થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના ;પુષ્પા-2’ના પ્રીમિયરના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરી હતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત કર્યો ન હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જાણો શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે કોઈ જાણ કર્યા વિના સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ માટે આવ્યો હતો. આ કારણે ચાહકો અલ્લુ અર્જુનને મળવા આતુર હતા. મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે થિયેટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જેના કારણે થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ અને ત્યારબાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ભીડ ઓછી થયા બાદ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.